SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ગ્રન્થ-યુગલ પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગેથી કેટલીક વાર પરમાર્થદ્રષ્ટિ ક્ષેભ પમાડવા જેવું પરિણામ આવે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર હવે, વેષ વા જાતિને આગડ જેમનાં શામાં હોય તેની શ્રદ્ધા કરનાર પણ પરમપદને પ્રાપ્ત કરી ન શકે એવો અભિપ્રાય જણાવવા ગ્રંથકાર આગળની ગાથા કહે છે – जातिलिङ्गविकल्पेन येषां च समयाग्रहः ।। तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ।।८९।। જાતિવેશ-વિકલ્પને, શાસ્ત્ર-આગ્રહ જે ગ્રહે, તે ય પામે ન આત્માનું, પરમપદ મોક્ષ જે. ૮૯ ભાવાર્થ – દેવ, ગુરુ અને શાસ્ત્રની શ્રદ્ધાને આધારે મોક્ષમાર્ગ પ્રતીત કરી જીવો મોક્ષને અર્થે પુરુષાર્થ કરે છે. શાસ્ત્રને આધારે આ કાળમાં દેવ, ગુરુના સ્વરૂપને નિર્ણય થાય છે. સલ્ફાસ્ત્રને બદલે કુશાસ્ત્રને આગમ માની જે પ્રવર્તે તેને સભ્રદ્ધા હોઈ શકે નહીં તેવા જીવને મેક્ષ પણ થાય નહીં. “સત્યાર્થ શાસ્ત્રનું સ્વરૂપ – શાસ્ત્ર તે છે કે જે સર્વજ્ઞ વીતરાગનું બેધેલું હોય, કેઈ વાદી પ્રતિવાદી જેનું ઉલ્લંઘન કરી શકે નહીં એવું હોય, પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જેમાં વિરોધ ન આવે તેવું હેય, વસ્તુનું સ્વરૂપ જેવું હોય તે ઉપદેશ જેમાં હોય, સર્વ જીવેને હિતકારી હોય તથા કુમાર્ગને નિષેધ કરનાર હેય. આ છ વિશેષણેયુક્ત હોય તે સાચાં શાસ્ત્ર છે.” પરમાગમના અભ્યાસ વિના જે કાળ જાય છે, તે વ્યર્થ વહ્યો જાય છે. સ્વાધ્યાય વિના શુભ ધ્યાન થતું નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy