SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૨૫૫ પરાધીનતા ટળે છે, અનાથ મટી જીવ સનાથ થાય છે. બાહ્ય ત્યાગમાં ધ્યેયને પ્રાપ્ત કરવામાં અનુકૂળતાઓ વિશેષ છે. પણ અંતર્યાગ એ મોક્ષનું મૂળ છે. તેના વિના અનંત વાર બાહ્ય ત્યાગ ઉપાસ્યા છતાં જીવની મુક્તિ ન થઈ એમ મહાપુરુષે પિકારી પિકારીને કહી ગયા છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદામ્યઅધ્યાસ નિવર્સ તેને શ્રી જિન ત્યાગ કહે છે. - તે તાદાભ્યઅધ્યાયનિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહા પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહા પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી એગ્ય છે.” “પરિણામમાં તે જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળક્ટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર.” “શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યથી માત્ર દિગંબરવૃત્તિએ વર્તીને ચારિત્રને નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રને નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રને આગ્રહ કરી દિગંબરવૃત્તિને એકાંત નિષેધ કરી વસ્ત્ર-મૂછદિ કારણથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy