________________
સમાધિશતક-વિવેચન
૨૪૭
મેક્ષમાર્ગમાં વિઘરૂ૫ છે, એમ જ્ઞાની પુરુષોએ દીઠું છે. તે યથાર્થ છે. જેમ અવત દશામાં અશુભ વિકલપેથી જીવ ઘેરાયેલું રહે છે, તેમ વ્રતધારી દશામાં શુભ વિકલ્પોનો સંભવ ગણું, વિકલ્પોને બે દૂર કરવા આ ગાથામાં ભલામણ કરી છે કે સહજ સ્વભાવ આત્માને છે, તેને નિયમ-વતના વિકપમાં દેરી, સહજ સ્વભાવે પરિણમતા આત્મામાં શુભ ભાવેનું માહાસ્ય ટકાવી રાખવાની જરૂર નથી. અશુભ વિકલપે ટાળવા. શુભની મદદ લીધી છે. પણ આત્માને વિકલ્પી રાખ નથી. તેથી નિવિકલપ દશામાં ટકી શકાય તે અર્થે શુભ વિકલ્પને જતા કરવા ઘટે છે.
હવે વ્રતે તજવાને ક્રમ દર્શાવતા ગ્રંથકાર આગળની ગાથા વર્ણવે છે –
अवतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः । त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ।।८४।। અદ્યતે ત મેક્ષાર્થી, વતેમાં સ્થિરતા ભજે, પરમ પદ આત્માનું, પામી દ્રવ્ય વ્રત તજે. ૮૪
ભાવાર્થ – અનાદિ કાળની પાપ દ્વારા પણ વિષયભેગ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ અન્યાયી, દુરાચારભરી અને દુઃખદાયી લાગે, ત્યારે જીવ તેને નિયમપૂર્વક ત્યાગ કરે છે. અશુભ પ્રવૃત્તિ તજી શુભમાં પ્રવૃત્તિ કરવા છતાં મનને જૂના સંસ્કારે હજી પજવે છે. પ્રવૃત્તિ નિયમપૂર્વક તજી દીધા છતાં વૃત્તિ પાપ તરફ પણ વળી જાય છે. તે વૃત્તિના દોષે તપાસી પાપભાવને નિંદી, તે પ્રત્યે તિરસ્કાર કરી, જીવ પાછો શુભ ભાવે પ્રત્યે બળપૂર્વક પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org