________________
ગ્રન્થ યુગલ કરેલેા માક્ષ-માર્ગ જ સંમત કરવા યાગ્ય છે. સામાન્ય રીતે વિપરીત બુદ્ધિને આશ્રયે વર્તતા જીવા હિંસા, જૂઠ, ચારી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પાપને આધારે પ્રવર્તતા જણાય છે; નીતિ કે ધર્મના નિયમે તેમને, તે માર્ગે પ્રવર્તતાં માનેલાં સુખામાં, બંધનકારક લાગે છે તેથી નિયમિત જીવન તેમને પાતે પેલાં સુખાને લૂંટી લેનાર સમજાય છે. તેથી તે પાંચ પાપાને રોકનાર ત્રતા લેવાની, સંસારલેાલુપી જીવાને વૃત્તિ નથી. તેનું ફળ જગતમાં દુ:ખ, દુઃખ અને દુઃખનું જ દર્શન છે.
૨૪૬
વ્રત, નિયમ, તપ આદિમાં વર્તતા જીવા પાપનાં કારણેા રેકી શુભભાવમાં પ્રવર્તે છે, ત્યારે પુણ્ય બાંધે છે. તેના ફળરૂપે દેવગતિ, ભાગભૂમિમાં જન્મ, કે રાજા, શેઠ શાહુકાર આફ્રિ વૈભવ-સંપન્ન કુળેામાં ઉત્પત્તિ થાય છે. આત્મજ્ઞાની પુરુષે જગતમાં જીવાને પરંપરા પણ આત્મહિત થાય એ અભિપ્રાયે નિષ્કારણુ કરુણાથી સન્માર્ગની પ્રરૂપણા કરી હાય છે, તેનું જાણતાં અજાણતાં પણ આચરણ થવાથી જીવ શુભભાવમાં પ્રવર્તે ત્યારે પુણ્ય બાંધે છે, તેનાં ફળરૂપે આ શાતા, ધન, વૈભવ આદિની પ્રાપ્તિ થઈ છે. પણ તેનું મૂળ કારણ સત્પુરુષ છે એમ જીવને ભાન નથી. માત્ર ભણ્યા કે વેપાર કર્યો તેથી હું કમાઉં છું એમ માને છે. આખું જગત દુ:ખથી ભરપૂર છે, તેમાં સમુદ્રમાં મેટાં મોજાં ઉપર ફીણુ શ્વેત વર્ણથી શાલે તેમ ક્યાંક જગતમાં રમણીયતા ભાસે છે, તે પુણ્યના ઉદયે છે. ન્યાય, નીતિ, સચ્ચાઈ, પરોપકાર, પ્રમાણિકતા જગતમાં ન હેાય તે તેનું સ્વરૂપ ભયંકર નરક તુલ્ય અને. તેમ છતાં પુણ્ય પણ એક પ્રકારના બંધ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org