________________
સમાધિશતક-વિવેચન
૨૪૧
“માત્ર બંધદશા તે બંધ છે, મેક્ષદશા તે મેક્ષ છે, ક્ષાયિકદશા તે ાયિક છે, અન્યદશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણુ છે, મનન તે મનન છે, પરિણામ તે પિરણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સત્પુરુષના નિશ્ચય છે. અંધ તે મેક્ષ નથી, મેાક્ષ તે અંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે, તે તે સ્થિતિમાં છે; બંધબુદ્ધિ ટળી નથી, અને મેાક્ષ—જીવન્મુક્તતા—માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિકદશાએ જ્ઞાયિક માનવામાં આવે તે તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે.”
“જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ પિયુ પિયુટ પાકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીના પ્રવેશ નથી, વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણુસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકા હૈાય છે. એ વિના બીજો સુગમ મેાક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કાઈ પ્રયત્ન કરતું નથી ! મેાહુ બળવાન છે !”
પરબ્રહ્મ-વિચાર તા એમ ને એમ રહ્યા જ કરે છે; ક્યારેક તે તે માટે આનંદકિરણ બહુ સ્ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઇએ, એવા વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતા નથી; અને જે છે તેનાથી વિયેાગ રહે છે.'
અત્રે આત્માકારતા વર્તે છે, આત્માનું આત્મસ્વરૂપ રૂપે પરિણામનું હાવાપણું તે આત્માકારતા કહીએ છીએ.”
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org