________________
૨૧૬
ગ્રન્થયુગલ
આ ગાથામાં તેની અવશ્ય મુક્તિ થાય છે તે વિષે જણાવે છે કે જેના અંતઃકરણમાં શુદ્ધ સ્વરૂપની અવિચળ સ્થિતિ રહ્યા કરે છે તેને જરૂર મેક્ષ થાય છે.
યથાર્થ આત્મસ્વરૂપની ધારણું સ્થિર થવા અંતરાત્મા કષાય નિવારવાને નિરંતર પુરુષાર્થ કરે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ તે બહિરાત્મદશા છૂટતાં જ દૂર થાય છે. પછી અપ્રત્યાખ્યાનાવરણરૂપ કષાય ટળતાં દેશવિરતિ આવ્યે શ્રાવકપણાના ગુણ પ્રગટે છે અને સામાયિક આદિ વ્રત દ્વારા તે સમભાવની વૃદ્ધિ કરે છે.
અલ્પકાળ ધર્મ-આરાધન ગૃહસ્થદશામાં થતું જાણું, તેટલાથી તે મુમુક્ષુ જીવને સંતોષ થતો નથી, તેથી પ્રત્યા
ખ્યાનાવરણ કષાયને દૂર કરી મહાવ્રતધારી મુનિ તે બને છે. અહોરાત્ર ધર્મ-આરાધન કરી, સંજવલન કષાયને ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રગટાવવાને પુરુષાર્થ તે પરમેષ્ઠી ભગવંત કરે છે.
અપ્રમત્તપણે આત્મભાવમાં એકાગ્ર, અંતર્મુહૂર્ત કરતા વધારે, તે કર્મવેગે રહી શકતા નથી, ત્યાં સુધી વારંવાર પુરુષાર્થ કરી પ્રમત્તદશામાંથી અંતર્મુહૂર્તમાં તે અપ્રમત્તદશામાં આવી જાય છે. વળી કર્મના બળે પ્રમત્ત ભાવને ઉદય થતાં આહાર, નિદ્રા, સ્વાધ્યાયાદિમાં તે કાળ ગાળતાં અપ્રમત્ત દશાની પ્રાપ્તિ ફરી અંતર્મુહૂર્તમાં તે કરી લે છે, આમ સતત પ્રયત્ન કરતાં સંજવલન કષાયની ઘણું મંદતા થતાં સાતિશય અપ્રમત્તદશાએ તે મહામુનિ ચઢે છે. ઉપશમ કે ક્ષપક શ્રેણ માંડી કષાયને ઉપશમ કે ક્ષય કરે છે. ઉપશમ શ્રેણીથી પતન થાય તે ફરી ક્ષેપક શ્રેણીને ઉદ્યમ આદરે છે તથા મેહનીય કર્મને ક્ષય કર્યા વિના જપીને બેસતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org