________________
સમાધિશતક-વિવેચન
૨૦૯
પ્રગટ્યા વના થતું નથી. તે કારણથી જ (આત્મ અમાનથી) જીવનું અનાદિ કાળથી ભવપરિભ્રમણ મટતું નથી.
“જૈસે કંચુક ત્યાગસે, વિનસત નહીં ભુજંગ; આ દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ.”
–શ્રી ચિદાનંદ “જેમ કાંચળીને ત્યાગ કરવાથી સર્પ નાશ પામતે નથી તેમ દેહને ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતું નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે, એમ સિદ્ધતા કરેલી છે. - કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહને નાશ થવાથી જીવને પણ નાશ થાય છે એમ કહે છે, તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી, કેમકે તેઓ કાંચળીના નાશથી સપને પણ નાશ થયેલે સમજે છે અને એ વાત તે પ્રત્યક્ષ છે કે સર્પને નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે.
દેહ છે તે જીવની કાંચળી માત્ર છે. કાંચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે, ત્યાં સુધી જેમ સર્ષ ચાલે છે, તેમ તે તેની સાથે ચાલે છે, તેની પેઠે વળે છે, અને તેની સર્વ ક્રિયાઓ સર્પની ક્રિયાને આધીન છે. સર્વે તેને ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એકે ક્રિયા કાંચળી કરી શકતી નથી; જે કિયામાં પ્રથમ તે વર્તતી હતી, તે સર્વ ક્રિયાઓ માત્ર સર્ષની હતી. એમાં કાંચળી માત્ર સંબંધરૂપ હતી, એમ જ દેહ પણ જેમ જીવ કર્માનુસાર કિયા કરે છે તેમ વર્તે છે, ચાલે છે, બેસે છે, ઊઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે, તેને વિયાગ થયા પછી કાંઈ નથી.” -–શ્રીમદ્ રાજચંદ્ર
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org