________________
સમાધિશતક-વિવેચન
૨૦૫ જોવાનું કહે તે તેના ઉપર અરુચિ થાય ને ઘૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રી-પુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મેહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દેરાય છે.”
“દેહ કે છે? રેતીના ઘર જે, મસાણની મઢી જે. પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળે લાગે છે. દેહ અવગુણની ઓરડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે. તે દેહ અનિત્ય છે. બદફેલની ખાણ છે. તેમાં મેહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે. કેવા રઝળે છે ? ઘાણીના બળદની માફક. આંખે પાટા બાંધે છે; તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે; લાકડીને માર ખાય છે, ચારે બાજુ ફર્યા કરવું પડે છે; છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં, ભૂખ્યાતરસ્યાનું કહેવાય નહીં શ્વાસેવાસ નિરાંતે લેવાય નહીં તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે.
ધુમાડા જેવાં લૂગડાં પહેરી તેઓ આડબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા યોગ્ય છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે.”
શાસ્ત્ર શ્રવણ કરી રાજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદે છે, ક્ષણભંગુર છે, પણ દેહને વેદના આવ્યું તે રાગદ્વેષ પરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છે ? દેહ તે તમારી પાસે છે તે અનુભવ કરે. દેહ પ્રગટ માટી જે છે; સાચવ્યો સચવાય નહીં, રાખે રખાય નહીં. વેદના વેદતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org