________________
૨૦૨
ગ્રન્થયુગલ
જે વસ્તુ ઉત્પન્ન થઈ છે, તેને નાશ થાય છે. અન્ય પદાર્થોના સંયાગાથી જે જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે, તે તે સંચાગા વીખરાઈ જતાં તે વસ્તુઓને નાશ થતા દેખીએ છીએ, પરંતુ આત્મા કાર્ટ દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થાય તેવા પદાર્થ નથી. માટે અસંયેગી હોવાથી અવિનાશી છે.
“ જેમ ઘટપટ િજડ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાઢિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવાં નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવા નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કાઇ પણ સંચાગેાથી થઇ શકી ન હાય, તે પદાર્થ નિત્ય હૈાય છે. આત્મા કાઇ પણ સંગાથી બની શકે એમ જણાતું નથી; કેમકે જડના હજારેગમે સંયેાગા કરીએ, તેા પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા ચેાગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હેાય નીં, તેવા ઘણા પદાર્થ ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવા સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા તેવામાં આવતી નથી. તેવા પદાર્થોના પિરણામાંતર કરી, સંચાગ કર્યો હાય અથવા થયા હાય તાપણુ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તે પછી તેવા પદાર્થના સંયેાગે આત્મા કે જેને જ્ઞાનીપુરુષા મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણ. વાળા કહે છે તે તેવા ( ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ) પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યેગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org