________________
૧૮૮
ગ્રન્થ-યુગલ
આમ વારંવાર વિચારવાથી મનની દોડ, બીજાને ઉપદેશ કરવાની, મંદ થઈ આત્માન્નતિ તરફ વળશે; બીજાને શિખામણ આપવાની વૃત્તિ ટળી પેાતાનું હિત થાય તેવી ભાવના રહેશે. ભૂખ પણ જે પ્રવૃત્તિ કરે છે તેના ફળની કંઈ ઇચ્છા રાખે છે, વ્યર્થ શ્રમ વેઠતા નથી, તે વિચારવાન જીવે તા ઉપર જણાવી તેવી વ્યર્થ શ્રમ લેવાની પ્રવૃત્તિ તજી પેાતાની સુધારણામાં મન પરોવવું ઘટે છે. મૂઢ જીવાએ મૂઢપણું ત્યાગવું ઘટે છે અને વિચારવાન જીવાએ વિચારની વૃદ્ધિ કરવી ઘટે છે, નિષ્ફળ પ્રયત્નથી અટકવું ઘટે છે, એવા ગાથાના પરમાર્થ છે.
હવે અન્યને મેધ આપવા કેમ નિષ્ફળ છે તેનું બીજું કારણુ ગ્રંથકાર મહાશય દર્શાવે છે :
यद् बोधयितुमिच्छामि तन्नाहं यदहं पुनः । ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यस्य बोधये ॥ ५९ ॥ જે ઉપદેશવા ઇચ્છું, તે હું ના, મુજ રૂપ જેતે તે ના અન્યથી ગ્રાહ્ય, આધું હું કેમ અન્યને ? ૫૯
ભાવાર્થ :---જગતમાં અનેક જીવાને અનેક જીવો ઉપદેશ કરે છે, તેમાં મુખ્યપણે તે આ દૃશ્ય જગતની વસ્તુ સંબંધી ઉપદેશ હાય છે. આત્મા સંબંધી ઉપદેશ કરનારાઓમાં પણ જીવની ચેાગ્યતા વધે અને સદ્ગુરુના યેગે જીવનું કલ્યાણ થાય એવા ઉપદેશ કરનારાએ પણ હાય છે. સત્તાધના પ્રત્યે જીવની રુચિ વધે, પાપમાર્ગથી પાછા હઠે, દૃશ્ય જગતનું માહાત્મ્ય ઘટે, વૈર વિરાધ ટળે એવા વૈરાગ્યઉપશમને ઉપદેશ કરનારા સંતે ઘણા હાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org