________________
ગ્રન્થ-યુગલ
તાત્કાળિક મીઠાશ જીવને ભૂલવે છે અને અહિતકરને હિતકર
મનાવે છે.
સંસ્કાર
આ ભાવે। ભવોભવ જીવે કર્યાં છે, તે સહિત મનુષ્ય ભવમાં જીવ આવે છે, તે પણ પરમાં જ ‘હું ને મારું' કર્યાં કરે છે. તે વિષે હવે ગ્રંથકાર જણાવે છે: चिरं सुषुप्तास्तमसि मूढात्मानः कुयोनिषु । अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति ॥ ५६ ॥
.
૧૮૨
અંધારે બહુ ઊંધ્યા જે, મૂઢાત્માએ કુયેાનિમાં; ‘હું' ‘મારું' માનતા જાગે, દેહાદિ અન્ય ભાવમાં, ૫૬ ભાવાર્થ : ઝાડ, પહાડ, કીડી, મકેાડી, કાગડા, કૂતરા, પશુ, પક્ષી, દેવ, મનુષ્ય, નરક, નિગેાદ આદિ ચેારાશી લાખ જીવયેાનિમાં જીવ ભટક્યા કરે છે; જન્મે છે, મેટો થાય ન થાય ને મરી જાય છે, વળી ગર્ભનાં, જન્મનાં, જરાનાં, મરણનાં દુઃખ ઉપરાઉપરી સહન કર્યા જ કરે છે. આમ અજ્ઞાનરૂપ અંધકારમાં મહિરાત્માએ પાપની પ્રમળતાથી કુયેાનિએમાં અનંતકાળથી બેભાન હોય તેમ ઊંધે છે એટલે જન્મમરણનાં દુઃખ ટળે અને મેક્ષ થાય, તેવા પુરુષાર્થ ન થઇ શકે તેવા ભવ ધારણ કર્યા કરે છે.
શ્રીમદ્ રાજચંદ્ર ‘પુષ્પમાળા’ના પ્રથમ પુષ્પમાં જણાવે છે : રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાના પ્રયત્ન કરજો.” મનુષ્યભવ મળ્યા તે પ્રભાત થયું. પાંચ ઇંદ્રિય અને મન તથા માક્ષમાર્ગ સમજવા યેાગ્ય ક્ષયે પશમરૂપ સામગ્રી મળી તે ઊંઘમાંથી જાગવા ખરાખર છે. તે પણ અનાદિ કાળના સંસ્કારને આધીન મૂઢ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org