________________
સમાધિશતક-વિવેચન
૧૭૯ મેં વિચાર કર્યો નહીં. તમારી પ્રીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્ય, આથડ્યો, રઝળે અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું હું બહુ મદન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારે મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂહું છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે.”
મોક્ષમાળા-શ્રીમદ્ રાજચંદ્ર આમ અંતરાત્મા શરીર અને વાણીમાં પોતાપણાની ભૂલને જાણે છે, અને ટાળે છે. તેથી શરીર અને વાણી પુદ્ગલ પરમાણુનાં બનેલા હોવાથી આત્માથી ભિન્ન છે એમ જાણે છે અને માને છે. તેમાંથી પિતાપણું ટળી ગયું એટલે શરીર અને વાણીને આગ્રહ રહેતું નથી, પણ તે પ્રત્યે ઉદાસીનતા જન્મે છે, અને વર્ધમાન થાય છે, તે જ વીતરાગતાનું કારણે થાય છે, અને મેક્ષરૂપ ફળ પ્રગટાવે છે.
- હવે ઈદ્રિના વિષયમાં બહિરાત્માની લુબ્ધતા હોય છે તે છેડાવવા ગ્રંથકાર સકારણ ઉપદેશ દે છે – _ न तदस्तीन्द्रियार्थेषु यत्क्षेमङ्करमात्मनः ।
तथाऽपि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ।।५५।। ઇંદ્રિય-વિષમાં શું, આત્માને હિતકારી છે? બાલ તેમાં જ રાચે હા ! માત્ર અજ્ઞાનતાવશે. ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org