________________
૧૭૮
ગ્રન્થ-યુગલ બ્રાંતિથી વાણું-કાયામાં, આત્મા અજ્ઞાની માનતે ભ્રાંતિમુક્ત ખરું જાણે, ત્રણેનું તત્ત્વ ભિન્ન તે. ૫૪
ભાવાર્થ – અવિદ્યા કે ભ્રાંતિ વર્તતી હોય છે ત્યારે બહિરાત્મા શરીરને જ આત્મા અથવા પોતાનું સ્વરૂપ માને છે. શરીરના સુખે સુખી, શરીરના દુઃખે દુઃખી પિતાને માને છે. શરીરની શેભાને પિતાની શોભા, શરીરનાં વખાણને પોતાનાં વખાણ, શરીરનાં સગાં, મિત્ર, શત્રુ, સહાયક તે પોતાનાં મનાય છે. શરીરને અનુકૂળ પ્રતિકૂળ જે જે જણાય તે પ્રત્યે રાગ-દ્વેષ તે દશામાં થયા કરે છે.
તેમ જ વચન પણ પોતાનું માની, તે માનનાર પ્રત્યે રાગ, ઉત્થાપનાર પ્રત્યે દ્વેષ બહિરાત્મા રાખે છે. પોતાની આજ્ઞા મનાવવા ચકવતી જેવા અનેક યુદ્ધ આદરે છે. વચનના આગ્રહથી મતમતાંતરે અને ધર્મના ઝઘડા ઊભા થાય છે. મારું તારું, ખંડન-મંડન, માન-અપમાન, કીર્તિઅપકીર્તિ આદિ જગત–વ્યવહારમાં મોટે ભાગે વચનને પોતાનું માન બહિરાત્મા પ્રવર્તે છે.
આમ બહિરાત્મા શરીર અને વાણીમાં પોતાપણાની ભ્રાંતિ રાખીને ભૂલે પડ્યો છે. તે ભૂલનું ભાન તેને પોતાને ન થાય ત્યાં સુધી રાગ-દ્વેષ કરી સંસારપરિભ્રમણ કર્યા કરે છે. પૂર્વના શુભ સંસ્કારથી, સદ્ગુરુના ઉપદેશથી, સત્સંગથી કે સશાસ્ત્રના યથાર્થ વિચારથી તે ભૂલ સમજાય છે, ત્યારે તે આમ બેલી ઊઠે છે –
“હે ભગવાન! હું બહુ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org