________________
સમાધિશતક-વિવેચન
૧૬૭
આત્મ-ભાવ ન રાખો. આટલા એજો એ થશે તે મન હલકું ફૂલ જેવું થશે અને આત્મવિચારને યોગ્ય બનશે. દેહાધ્યાસના આધાર વચન અને કાયા છે.
“છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા નું કર્મ; નહિ ભેાતાનું તેહના, એ જ ધર્મનો મર્મ.” —શ્રીમદ્ રાજચંદ્ર વાણી અને કાયાની પ્રવૃત્તિ પૂર્વકર્મના બળે થાય તે પોતાની નથી એમ મનથી વિચારવું. પુગલની પ્રવૃત્તિ વચન અને કાયા દ્વારા થાય છે, તે પુદ્ગલની માની મન દ્વારા તેના સંબંધ છેડવા એમ ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું. વચનથી કે કાયાથી જે થાય તે મેં કર્યું,’ ‘કેવું સારું કર્યું,' લેાકેા તેથી મને વખાણશે કે વખોડશે' આદિ વિકલ્પો, મનને આત્મા ભણી વાળી, તજી દેવા કે ભૂલી જવા ચેાગ્ય છે. પુદ્ગલના ધર્મ કે પુદ્દગલથી થતી ક્રિયા પર માની પારકી પંચાતમાંથી મન કે આત્માને પાછા વાળવા એ શાંતિના માર્ગ છે. મન અને આત્માનું ઐક્ય સાધી, વચન અને કાયાની મમતા તથા તેમની પ્રવૃત્તિ પ્રત્યેની વૃત્તિ મનને (આત્માને) સમજાવીને મૂકી દેવી; તે રાગ-દ્વેષ ટળશે.
“આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તેા સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ ખાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.’શ્રીમદ્ રાજચન્દ્ર હવે દેહુને આત્મા માનનારને જગત કેવું ભાસે છે અને આત્મામાં આત્મ-સૃષ્ટિ જેની થઇ છે તેને જગત કેવું લાગે છે તે વિષે ગ્રંથકાર જણાવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org