________________
૧૫૮
ગ્રન્થ-યુગલ
છે એવી જેની દ્રઢ માન્યતા થઈ છે એવો અંતરાત્મા “આત્માથી સૌ હીન માનતે હેવાથી પરથી આત્માને મુક્ત કરવા પ્રયત્ન કરે છે. દેહ પ્રત્યે તેને વૈરાગ્ય વર્તતે હેય છે. સંસાર–પરિભ્રમણથી તે થાકેલે હેવાથી ફરી આવા કલેશમય સંસારમાં જન્મવું ન પડે તેવો માર્ગ તે આરાધે છે, ઇંદ્રિના વિષયોગ તેને એંઠવાડા જેવા અરુચિકર લાગે છે, તેથી તેની વાસના તેના હૃદયમાંથી નીકળી ગઈ હોય છે. પિતાના કે પરના દેહમાં આસક્તિ કરવાથી કર્મ બંધાય છે, એમ અંતરાત્મા જાણ હોવાથી તેની દ્રષ્ટિ દેહ ઉપરથી ઊઠી જાય છે. સદ્દગુરુ-બધે સુવિચારણું પ્રગટેલી હેવાથી આત્મા તથા તેના ગુણ ઉપર દૃષ્ટિ રાખી જે દેહાદિ દેખાય છે તેને અદ્રશ્ય કરે છે, અને આત્મા અરૂપી હેવાથી ઇન્દ્રિયેથી ન દેખાય તેમ છતાં જ્ઞાનવૃષ્ટિથી, સદ્ગુરુના બધથી અને સન્શાસ્ત્રના અવલંબને આત્મભાવમાં વૃત્તિ રાખી, તેના માતા
મ્ય આગળ આ સંસાર સ્વમ જેવો વિચારી, સિદ્ધ સમાન સમૃદ્ધિની સ્મૃતિ કરી, અદ્રશ્યને દ્રશ્ય કરે છે–એ કઈ અંતરાત્માનું અલૌકિક સામર્થ્ય છે. આમ અંતરાત્મા સદ્ગુરુના યેગને અને બોધને સફળ કરે છે, કર્મબંધનાં કારણેથી દૂર રહે છે, ઉદાસ રહે છે કે આત્મભાવમાં તલ્લીન બની જગતનું વિસ્મરણ કરે છે. તેના પ્રભાવે તે જ્ઞાની મહાત્મા પરથી છૂટે છે અને આત્માને મુક્ત કરે છે.
સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.”
–શ્રીમદ્ રાજચંદ્ર હવે અજ્ઞાની અને જ્ઞાનીની આ દ્રશ્ય જગત પ્રત્યે કેવી સમજણ, માન્યતા હોય છે તે વિષે ગ્રંથકાર કહે છે –
ચ આગળ
કરી, અને તે અંતરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org