SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭. સમાધિશતક-વિવેચન બહિરાત્મા ધર્મના ફળરૂપે જે જે ઈચ્છે છે, તે સર્વને અંતરાત્મા તજવા ઈચ્છે છે કારણ કે યથાર્થ મેક્ષ તે આત્મશુદ્ધિ જ છે તે અર્થે, નિર્જરા થાય તે લક્ષ, અંતરાત્મા તપ-ધર્મનું આરાધન કરે છે. અંતરાત્માને ઈચ્છાને નિરોધ હેવાથી કર્મની નિર્જરા થાય તેવું, સંવર સહિત તપ થાય છે અને બહિરાત્માનું તપ હસ્તિસ્નાનવ મલિનતાનું કારણ છે. બહિરાત્મા બંધાય છે અને અંતરાત્મા છૂટે છે એ વાત વિશેષ સ્પષ્ટ ગ્રંથકાર હવે કરે છે – परत्राहमतिः स्वस्माच्च्युतो बध्नात्यसंशयम् ।। स्वस्मिन्नहमतिश्च्युत्वा परस्मान्मुच्यते बुधः ॥४३॥ પિતાને પરમાં માની, બંધાય સ્વચૂકી નકી, આત્મામાં આત્મબુદ્ધિમાન, મુકાય પરને મૂકી. ૪૩ ભાવાર્થ –પરદ્રવ્યમાં કે પરગુણમાં અહંભાવ જેને વર્તે છે, તેની દ્રષ્ટિ આત્મા પ્રત્યે હતી જ નથી, તેથી તે બહિરાત્મા છે. પિતાનું ભાન નહીં હોવાથી કે પોતાનું ભાન ચૂકી જવાથી, પરનું માહામ્ય જીવને લાગે છે અને દેહ, ધન આદિ પરમાં માહાસ્ય જેને હોય, તે તેવા પદાર્થો અર્થ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરી કર્મ બાંધ્યા કરે છે. ધર્મનું ભાન ન હોવાથી ધર્મધ્યાન તો તેનાથી કયાંથી થાય? ધર્મ કરે તે પણ સાંસારિક વાસના હૃદયમાં રાખીને કરે છે, તેથી અવશ્ય કર્મબંધ થયા જ કરે છે. દેહ તે હું એ ભાવ છૂટ્યા વિના કર્મવૃદ્ધિ કેમ અટકે ? સંસાર-પરિભ્રમણ કેમ મટે? આત્મા તરફ વૃત્તિ ક્યાંથી વળે? આ દેહમાં વિચાર કરનાર બેઠે છે, તે દેહથી ભિન્ન છે, અરૂપી, અવિનાશી, અજર, અમર, પરમ આનંદસ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy