________________
૧૫૬
ગ્રન્થ-યુગલ દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી તે દેવનાં શુભ શરીર અને દિવ્ય વિષય-ભેગોને નિરંતર ભેગવવા ઇચ્છે છે. ધર્મ આરાધીને, તપ કરીને પણ લૌકિક દ્રષ્ટિ હવાથી લૌકિક સુખની કલ્પના તેને છૂટતી નથી. મેક્ષને અર્થે હું તપ કર્યું છું એમ મેઢે બેલે છતાં તેના હૃદયમાંથી વિષયભેગોની પ્રિયતા ઓછી થઈ હોતી નથી. મેક્ષમાં અનંત, અપાર સુખ છે એમ શ્રવણ થવાથી પિતે માનેલું સુખ અખૂટપણે મળે તે અર્થે અહીંનાં સુખ, રાજપાટ, વૈભવવિલાસ છેડે છે. પણ કિઈ વેપારમાં પૈસા રોકવાથી કે બીજાને ધીરવાથી ધનની વૃદ્ધિ થાય છે એમ માની હાલ હાથમાં પૈસા છે, તે ત્યાગે છે પણ તેની વૃદ્ધિને ઈ છે છે, એવી રીતે મેક્ષમાર્ગને પણ વેપારરૂપ બહિરાત્મા બનાવે છે.
- હવે તત્ત્વજ્ઞાની પણ તપ આદિ પ્રવૃત્તિ કરે છે, પણ તેણે આત્માને આત્મારૂપે ઓળખે છે અને દેહાદિ પરપદાર્થને પરરૂપે જાણેલ છે; તેથી પારકી માગી આણેલી વસ્તુને શાહુકાર તે પાછી મેંપી દેવાને જ ઈચ્છે છે, તેમ અંતરાત્માને નિષ્કાંક્ષિત અંગ પ્રગટ થયેલું હોવાથી જગતના સુખની તેને આકાંક્ષા કે મહત્તા હોતી નથી, તેથી તે ધર્મ કે તપ કરીને દેવલેક આદિના ભેગને ઈચ્છતા નથી, પણ પ્રશસ્ત રાગથી પુણ્ય બંધાયું હોય તેના ફળરૂપે તેવી સુખસામગ્રી મળી હોય તે તેને ગમતી પણ નથી. શ્રી યશોવિજ્યજી દ્રષ્ટિની સક્ઝાયમાં લખે છે:
“શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મ–જનિત પણ ભોગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે
એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિનરાત રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org