________________
[૧૪]
‘ સમાધિ-શતક’ગ્રન્થના સંસ્કૃત ટીકાકાર શ્રી પ્રભાાંદ્રજી છે. તેમના સંબંધી કંઈ વિશેષ માહિતી મળી શકી નથી. તે ટીકાનું તેમ જ મૂળ શ્લોકોનું પ્રથમ ગુર્જર ભાષાંતર સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ સં. ૧૯૪૭ માં કરેલું છે. વેદાંતી હોવા છતાં સંસ્કૃતના જ્ઞાનને આધારે તેમણે ભાષાંતર જૈન ગ્રન્થનું કર્યું છે, તે સ્તુતિપાત્ર છે પરંતુ જૈન તત્ત્વના અજાણ હોવાથી વાંચક વર્ગને વિશેષ માહિતી યથાર્થપણે કંઈ આપી શકયા નથી. તે ખામી કંઈ અંશે પુરાય અને ગ્રન્થકારને આશય વાચકના હૃદયમાં પ્રગટે તે અર્થે આ અલ્પમતિથી પ્રયાસ કર્યો છે તે સર્વ વાચકની આત્માન્નતિને અર્થે થા.
ઘણા પ્રાચીન ગ્રન્થ હોવાથી, ઉત્તમ ગણાતા ગ્રન્થકારોના લેખામાં તેની છાયા સુજ્ઞ વાંચકોને સ્પષ્ટ જણાઈ આવે છે. જ્ઞાનાર્ણવ' ગ્રન્થમાં શ્રી શુભચંદ્રાચાર્યે, દેહની સ્થૂલતા, જીર્ણતા, રક્તતા, નષ્ટતા, જણાવા છતાં આત્મા તેવા નથી એમ જણાવ્યું છે. ત્યાં આ ગ્રન્થના ૬૩, ૬૪, ૬૫ અને ૬૬ શ્લોકના જ અનુવાદ, તે જ વસ્ત્રની ઉપમા સહિત પ્રદર્શિત કર્યા છે.
શ્રી હેમચંદ્રાચાર્ય અને શ્રી શુભચંદ્રાચાર્યના ગ્રન્થામાં સમાન શ્લાકો કે કંઈક ફેરફારવાળા શ્લોકો વિદ્વાનાએ પ્રગટ પણ કરેલા છે એટલે તેમના ઉપર પણ ‘સમાધિ-શતક’ને પ્રભાવ પડેલા છે. શ્રી આનંદઘનજીએ પાંચમા જિનેશ્વર શ્રી સુમતિનાથનું સ્તવન ગાયું છે તેમાં—— “ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ બુરિ ભેદ સુશાની” એમ કહી ત્રણ ભેદે આત્માનું સ્વરૂપ પ્રકાશ્યું છે, તે વાંચતાં વિચારવાનને ‘સમાધિશતક'ની ચાથી ગાથા યાદ આવ્યા વિના રહે તેમ નથી. શ્રી યશેવિજયજીએ તે દોહરામાં ‘સમાધિ-શતક' ઉતાર્યું છે. આ ગ્રન્થના ત્રીજા પરિશિષ્ટમાં તે છે. આમ જૈન ગ્રન્થકારો તો આ ગ્રન્થના અભ્યાસી હોઈ, તેની છાયા તેમના ગ્રન્થામાં દર્શિત કરે તે તે સ્વાભાવિક છે. પરંતુ મહાભારતમાંથી ઉદ્ધૃત શ્રી ભગવદ્-ગીતામાં પણ તેની છાયા કયાંક કયાંક સ્પષ્ટ જણાય છે.
આ ઉપરથી આ ગ્રન્થ અનેક ધર્મોમાં પ્રસિદ્ધિ પામ્યા લાગે છે. ઉત્તમ પુરુષ ગમે ત્યાંથી ઉત્તમતા ગ્રહણ કરે છે. શ્રી સર્વજ્ઞ મહાવીરનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org