________________
ગ્રન્થ-યુગલ
त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत्परमात्मानं सर्वसङ्कल्पवर्जितम् ॥२७॥ મહિરાત્મા તજી આમ, અંતરાત્મા બની અહા ! સર્વે સંકલ્પથી મુક્ત, પરમાત્માપણું લહેા. ૨૭
ભાવાર્થ : ગાથા ૧૫ થી ૨૬ સુધી અંતરાત્માને અહિરાત્મદશાથી ચેતતા રહેવાની, તેવા ભાવમાં તણાઈ ન જવાય તેની ભલામણ કરી છે. હવે હિરાત્મા તજી અંતરાત્મામાં સ્થિરતા કરનાર સર્વ સંકલ્પો તજી, નિર્વિકલ્પ પરમાત્માની ભાવના કરે, એવા ઉપદેશ કરે છે.
૧૨૬
ઇન્દ્રિયના વિષયે, બાહ્ય-અંતર્વાચા, દેહાધ્યાસ, રાગદ્વેષ અને શત્રુ-મિત્રપણું આ બધાં મહિાત્મદશાને પોષનારાં કારણા વર્ણવી, અંતરાત્મા તેથી રહિત થાય છે એમ જણાવી, આત્માના અનુભવ દ્વારા આત્મામાં આત્મભાવના કરવી એમ જણાવ્યું. હવે તે દશાની વૃદ્ધિ કરવા સંપૂર્ણ પદ પરમાત્મદશા જે નિર્વિકલ્પ છે તેના અવલંબને સંકલ્પ-વિકલ્પરૂપ અંધન દૂર કરવા અંતરાત્માને ગ્રંથકાર પ્રેરણા કરે છે.
મહિરાત્મા બાહ્ય ઉપાધિ, શરીર, ધન-ધાન્યાદિ પ્રત્યક્ષ દેખાય તેવા પદાર્થોના માહાત્મ્યને લીધે પોતાના વિચાર કરી શકતા નહેાતે. સદ્ગુરુચાગે, સત્ય મેધના પ્રતાપે તથા સત્શાસ્ત્રના સદ્વિચારે ખાદ્ય ભાવે અસાર લાગવાથી, બંધનકારક ભાસવાથી, પોતાને પોતાનું ભાન નથી તે મહાઅનર્થંકારક ભૂલ છે એમ સમજાવાથી, આત્મવિચાર જાગ્યા, ત્યારે પોતાનું સ્વરૂપ દેહાદિથી ભિન્ન ભાસ્યું, તે જ અવિનાશી, પરમાનંદરૂપ અને ઉપાસવા યોગ્ય લાગવાથી આત્મરુચિ વર્ધમાન થઈ. પોતાને હાનિકારક ખરા શત્રુ કાણુ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org