SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન તેમજ હું તે। આત્મા છું, તેથી જે મને આત્મારૂપે દેખે છે તે તે આત્મજ્ઞાની હાવા જોઇએ. એટલે આત્મજ્ઞાની તે શત્રુ-મિત્રની કલ્પના કરતા નથી; બાહ્ય ચેષ્ટાનું તેને મહત્ત્વ નથી. આત્માથી સૌ હીન' એમ માનનારા મારા પ્રત્યે શત્રુપણું કે મિત્રપણું રાખતા નથી. કર્મબંધથી છૂટી મેક્ષ પ્રાપ્ત કરવાની ભાવનાવાળા આત્મજ્ઞાની રાગદ્વેષ કરી, શત્રુ-મિત્રતા જે સંસારનું કારણ છે, તે આરાધવા ઇચ્છતા નથી. અજ્ઞાની જીવ દેહને દેખતા હાવાથી મને દેખતા નથી. તેથી દેહના શત્રુ-મિત્ર ગણાય; પણ મારા આત્માને જાણતા ન હાવાથી તે મારા આત્માના શત્રુ-મિત્ર નથી. ૧૨૫ જ્ઞાની મહાત્માના રાગ-દ્વેષ ટળેલા હેાવાથી તે મારા આત્માને દેખે છે, છતાં રાગદ્વેષ ન હેાવાથી શત્રુ-મિત્રની કલ્પના તેમને થતી નથી. તેથી જ્ઞાની કે અજ્ઞાની કેાઈ આ જગતમાં મારા શત્રુ-મિત્ર નથી. અંતરાત્મા થવાથી આમ જીવને અંતતિ રહે છે. સભ્યષ્ટિ અંતરાત્માને વીતરાગતા પ્રગટી છે, તેથી શત્રુ-મિત્ર ભાવેા તેને હાતા નથી; ભૂતકાળની વાતાનું સ્મરણ કરીને પણ વૈર વધારતા નથી પણ ભૂલી જાય છે; ભવિષ્યમાં આમ કરી તેનું ભૂંડું કરું એવું તેને ઊગતું નથી; તથા નિઃસ્પૃહતા હેાવાથી ખીજાને રાજી કરવા કે ખીજાથી રાજી થવા અર્થે રાગભાવ પોષતા નથી. આવી અલૌકિક દશા પામેલા અંતરાત્મા પરમાત્મદશા સાધવાના પુરુષાર્થમાં જ પ્રવર્તે છે; કષાય ઘટાડવા મથે છે. અંતરાત્મા પરમાત્મદશાની ઉપાસના કેવી રીતે કરે છે, તે દર્શાવવા આગળની ગાથા ગ્રંથકાર પ્રકાશે છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy