________________
ગ્રન્થ-યુગલ
કે તરત તે ઇંદ્રાણી સહિત આવી પહોંચ્યા અને ધ્યાનસ્થ ભગવાનને પાણીથી ઊંચે લઈ તેમની ભક્તિ કરવા લાગ્યા. આમ એક દેવ શત્રુપણું દર્શાવે છે, એક દૈવ મિત્રપણું આચરે છે, પરંતુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પરિણામ અને પ્રત્યે એકધારાં સમભાવનાં વર્તતાં હતાં. યથાર્થ સ્વરૂપના દર્શનનું આ ફળ છે કે આ ભવમાં જ તેના રાગદ્વેષ ક્ષય થાય છે, તેથી કેાઈને શત્રુ-મિત્ર વૃષ્ટિથી તે દેખતા નથી; એટલે કર્મ બંધાતાં નથી, તેથી તે ભોગવવા ફરી જન્મવું પણ પડતું નથી.
૧૨૪
આવા ચમત્કાર આત્મદૃષ્ટિના છે, તેથી તે જ પ્રાપ્ત કરી જન્મમરણનાં અસહ્ય દુ:ખાથી ખિાતા આ આત્માના ઉદ્ધાર કરવાના નિર્ણય કરી સત્પુરુષાર્થમાં નિરંતર વર્તવા ચેાગ્ય છે. એ જ વાત એટલે શત્રુ-મિત્રતા ટળી જાય છે તે અલંકારિત કાવ્યથી ગ્રંથકાર વિશેષ સ્પષ્ટ કરે છે :~
मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ।
मां प्रपश्यन्त्रयं लोको न मे शत्रुर्न च प्रियः ||२६|| મને ના દેખતા લેાકેા, શત્રુ-મિત્ર ન થાય, જો; મને જે દેખનારા તે, શત્રુ-મિત્ર ન થાય કેા. ૨૬
ભાવાર્થ :- અંતરાત્મા જણાવે છે કે હું દેહસ્વરૂપ નથી, જે લેાકેા મારા આત્માને જાણતા નથી કે દેખતા નથી, તે મારા આત્માના શત્રુ કે મિત્ર ક્યાંથી થાય ? જેને ઓળખતા જ ન હોઈએ તે વિષે આ શત્રુ છે’ એવી કલ્પના કેમ કરી થાય ? એટલે પ્રથમ જેને દેખીએ તેની સાથે મનાવ અણુમનાવ થતાં મિત્ર કે શત્રુની કલ્પના થાય છે, તેથી મને ન દેખનારા મારા શત્રુ કે મિત્ર બનવાનો સંભવ જ. નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org