SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૧૨૩ ભાવાર્થ – વરસાદનું પાણી જેમ શેરડીને છેડ પીએ તે તે ગળ્યું બને છે, લીમડાના ઝાડમાં જતાં તે કડવું બને છે, આંબલીના ઝાડમાં જઈ ખાટું બને છે, છતાં પણ તે પાણીરૂપે જ રહે છે, તેમ આત્મા વિવિધ કર્મના યોગે અનેક વિચિત્રતા ધારણ કરે છે, છતાં આત્મા તે આત્મારૂપે જ છે. આવી દ્રષ્ટિ અંતરાત્માની હોવાથી તે દરેક આત્માને તેના મૂળ સ્વરૂપે જોવાની ટેવ પાડે છે. “ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા, જિનદશા, નિમિત્ત કારણમાંય. ” –શ્રીમદ્ રાજચંદ્રત આત્મસિદ્ધિ આત્મદ્રષ્ટિથી જોનારને કેઈ શત્રુ કે મિત્ર જણાય નહીં. કર્મના ઉદયે કેધાદિને વશ થઈ શત્રુને આકારે કઈ ભાસે કે પ્રેમ-આધીન કેઈ મિત્રાદિ સંબંધે વર્તે તે પણ કોઈ પ્રત્યે રાગ-દ્વેષ અંતરાત્મા કરતું નથી. અંતરાત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે યથાર્થ તત્વને દેખનાર એ (સોમ) તેને આ ભવમાં જ રાગદ્વેષને ક્ષય થઈ કેવળજ્ઞાન પ્રગટે છે. પછી તેને કોઈ શત્રુ કે મિત્ર રહેતું નથી. શત્રુતા કે મિત્રતાનું કારણ તે રાગદ્વેષ ભાવે જ છે. જેના રાગદ્વેષને ક્ષય થયે તેને સર્વ પ્રત્યે સમભાવ સદાય રહે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનમાં હતા તે વખતે કમઠના જીવે દેવ-અવસ્થામાં, ધ્યાનમૂર્તિ શ્રી પાર્શ્વનાથને દેખ્યા કે તરત જ પૂર્વના સંસ્કારે વૈરભાવ પ્રગટ થયે. અનેક ઉપસર્ગો કરી દુઃખ દીધું, આખરે ડુબાડી દેવા ભારે વૃષ્ટિ વરસાવી, નાકમાં પાછું પેસી જાય તેવું પૂર ચઢયું; તેવામાં ધરણેન્દ્ર અવધિજ્ઞાન, ભગવાનને ઉપસર્ગ થાય છે એમ જાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy