________________
૧૨૦
ગ્રન્થ-યુગલ મુસલમાન નથી, દાદુપથી નથી, કબીરપથી નથી, નાનકથી નથી, આમ અનેક વેષ અને પંથની જાળમાં ફસાઈ તું તને જે માને છે તે તું નથી. પરંતુ સદ્ગુરુએ જાણે છે, અનુભવ્યો છે અને વાણીથી બને તેટલે તેને પ્રકાશ કર્યો છે તે તે છે. આમ વારંવાર નિષેધાત્મક તેમ જ વિધિરૂપે સમ્યદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્ર અને અનંત સુખસ્વરૂપ આત્મા છે એવી સદ્ગુરુના ઉપદેશને અનુસારે નિરાગ્રહપણે જીવને માન્યતા થાય તે આગ્રહ ભુલાતાં પ્રત્યક્ષપણે સદ્ગુરુકૃપાએ પિતાનું સ્વરૂપ અનુભવાય તેવું છે.
માટે જેની (સત) પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે તેણે પોતે કંઈ જ જાણતું નથી એ દૃઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરે અને પછી “સની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય.” –શ્રીમદ્ રાજચંદ્ર
પિતાના સ્વરૂપને નિર્ણય અંતરાત્મા વિશેષ સ્પષ્ટપણે દર્શાવે છે –
यदभावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्य तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२४।। જે વિના નીંદમાં ડૂબે, જો જે રૂપ જાણીને, અતીંદ્રિય, અકથ્ય હું, સ્વસંવેદન સાધ્ય તે. ૨૪
ભાવાર્થ – જે નિદ્રામાં સ્વપ્ન પણ ન આવે તેને સુષુપ્તિ કહે છે. ત્યાં પિતાનું ભાન હોતું નથી. આત્માની ઘણુંખરી શક્તિ અવરાઈ જાય છે. બહિરાત્મદશામાં પણ જીવને હું કોણ છું?” તેને યથાર્થ નિર્ણય હેતે નથી બેભાન અવસ્થા તે કહેવા યોગ્ય છે. તેથી અંતરાત્મા પિતાની વીતેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org