________________
સમાધિશતક-વિવેચન
પોતાના અનુભવ કરે છે તે દશાની સ્મૃતિ લાવી અંતરાત્મા જણાવે છે કે જે ઉપયે ગસ્વરૂપ આત્માથી મને મારે આત્મા અનુભવાય છે, સાક્ષાત્ ભાસે છે, તેમાં આત્મા જ સાધનરૂપ છે, તથા આત્મામાં જ આત્માના આધારે અનુભવ થાય છે; ‘આ હું’ એમ દેહથી ભિન્ન પોતાનું સ્વરૂપ સ્પષ્ટ અનુભવાય છે.
" वस्तु विचारत ध्यावतें, मन पावै विश्राम, रस स्वादत सुख उपजें, अनुभव याको नाम. " —શ્રી બનારસીદાસ
દેહભાવથી ભિન્ન, નિર્વિકલ્પ, અવાચ્ચ અનુભવદશા તે હું છું ( સોઢમ ). દેહને આધારે સ્ત્રીજાતિ, નરજાતિ કે નાન્યતરજાતિ કહેવાય છે, તે હું નથી; એક, બે કે મહુ વચનને આધારે જેની ગણતરી કરાય છે તેવા પદાર્થ હું નથી. વાણીથી જેનું વર્ણન થાય તેવું અનુભવ-સ્વરૂપ નથી.
૧૧૯
બાહ્ય અને અંતર્વાચા રેકાયા પછી જે અનુભવ થાય તે વાચાગાચર નથી એમ જણાવવા માટે કહ્યું કે હું સ્ત્રી નથી, પુરુષ નથી કે નપુંસક નથી. દેહભાવ છૂટ્યા વિના આત્મ-અનુભવ થાય નહીં, તે અર્થે સદ્ગુરુ વારંવાર આ ઘણા ભવના આગ્રહ મુકાવવા ઉપદેશે છે કે તું બ્રાહ્મણ નથી, વાણિયા નથી, ક્ષત્રિય નથી, પાટીદાર નથી, સેવક નથી, સ્વામી નથી, સાધુ નથી, ગૃહસ્થ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી, દેહ નથી, કાળા નથી, રૂપાળા નથી, ગરીબ નથી, ધનવાન નથી, તું શ્વેતાંબર નથી, દિગંબર નથી, રક્તાંબર નથી, પીતાંખર નથી, વૈષ્ણવ નથી, વેદાંતી નથી, શૈવ નથી, સ્થાનકવાસી નથી, દેરાવાસી નથી, તેરાપંથી નથી, વીસપથી નથી, મૂળસંધી નથી, કાષ્ઠસંઘી નથી, હિંદુ નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org