________________
૧૧૦
ગ્રન્થ-યુગલ પદાર્થમાં જાણવા, સમજવાને, સુખદુઃખ દવાને ધર્મ નથી; એમ વિચારી દ્રશ્ય જગતથી ઉદાસીન વૃત્તિ કરી અંતરમાં વૃત્તિ વાળવી ઘટે છે. ગમે તેવી સુંદર રઈ હોય તે એમ સમજતી નથી કે ઈચ્છતી નથી કે મને કઈ ખાય, મારી વાત કરે, મારી માગણું કરે, ગમે તેવાં સુંદર વસ્ત્રઅલંકાર હોય તે પણ અજીવ હોવાથી મારા તરફ કઈ જુએ, મને ભગવે કે મારાં વખાણ કરે એમ કહેતાં, સમજતાં નથી, તે મારે શા માટે તેમાં ચિત્ત દેવું? શા માટે તે વિષે શબ્દ વાપરી મારું સ્વરૂપ ભૂલી, પારકી પંચાતમાં પડવું ? આમ વારંવાર ઇન્દ્રિયના વિષયે વિષે વચનપ્રવૃત્તિ કરતાં પહેલાં વિચારવું તેથી ઇન્દ્રિયજય અને વચનસંયમ સધાશે.
કઈ પ્રશ્ન કરે કે જડપદાર્થો સાથે કઈ વાત કરતું નથી પણ ચેતન સાંભળે છે એમ માનીને કહીએ છીએ પૂછીએ છીએ.
તેના ઉત્તરમાં શ્લેકની બીજી લીટીથી ગ્રંથકાર દર્શાવે છે કે જે જાણનાર છે તે તે દેખાતો નથી, તે અરૂપી પદાર્થ હેવાથી ઈન્દ્રિય વડે તે ગ્રહણ થાય તેવું નથી. તે દેખાય નહીં તેની સાથે વાત શી કરવી? સામે દેખાય તેને બેલાવીએ; પણ દેખાય નહીં, તો તે છે કે નહીં ? એમ પણ ખબર ન પડે તે તેની સાથે વાત કરવી એ ગાંડ માણસની ચેષ્ટા જેવું છે. આકાશની સાથે કઈ વાત કરતું નથી, તેમ આકાશ જેવા અરૂપી જીવ સાથે શી વાત કરવી ? તેમાં શું રસ આવે? એમ વિચારી લેવાની વૃત્તિ શમાવી દેવી. બોલવાની વૃત્તિ નહીં થાય તો ચિત્તને શાંતિ થશે, વિકલપનાં મેજ મટતાં જશે અને મન વરૂપમાં શમાશે, આમ રૂપી પુદ્ગલના ધર્મ વિચારી તથા અરૂપી ચૈતન્યના ગુણો વિચારી, આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org