SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૯૩ આરાધન એ જ એક ઉપાય છે, તે મૂકીને બીજા ઉપાય કરતાં તે પુષ્ટ થયા કરે છે. પોતાના દેહને પોતાનું સ્વરૂપ માનવાની ભૂલના પરિણામે, અન્ય સાથે વર્તતાં અન્યનું સ્વરૂપ નથી સમજાતું પણ અન્યને દેહ તે જ અન્યનું સ્વરૂપ મનાય છે, તેનું વર્ણન ગ્રંથકાર હવે આગળની ગાથામાં પ્રદર્શિત કરે છે અથવા દેહાધ્યાસને આધાર સ્વ અને પરના સ્વરૂપની માન્યતામાં થતી ભૂલ છે, તે જ બહિરાત્મપણું છે, તે જણાવવા હવે ગ્રંથકાર વિસ્તાર કરે છે : स्वदेहसदृशं दृष्टवा परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥१०॥ મૂહ સ્વદેહ શ દેખી, પરના જડ દેહને, પર આત્મા જુદો તોયે, દેહરૂપે પર ગણે. ૧૦ ભાવાર્થ – સંસારનું સ્વરૂપ “હું” અને “તેની કલ્પનાનું ફળ છે. “હું કેણ છું ? એને યથાર્થ નિર્ણય ન હોવાથી “દેહ તે હું એવી ભૂલ ચાલતી આવી છે તે જણાવી, હવે જેને જીવ તું કહે છે કે “બીજે કે “સામે માણસ માને છે તેના સ્વરૂપમાં તે જ ભૂલને વિસ્તાર પોતે કરે છે, તે આ શ્લેકમાં ગ્રંથકાર કહે છે. પોતાને દેહ તે જ હું એમ બહિરાત્માની માન્યતા હેવાથી, બીજા કોઈને જુએ છે, ત્યારે બીજાના આત્માને રહેવાનું જે અચેતન સ્થાન એ તેને દેહ તે જ બીજાનું સ્વરૂપ છે, એ બહિરાત્મા નિર્ણય કરે છે, માને છે. આવું માનનારને મૂઢ કહ્યો છે, કારણ કે દર્શનમેહ નામની મદિરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy