________________
૮૨
ગ્રન્થ-યુગલ
જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ, એમ પરમાતમ સાધ, સુજ્ઞાની. ૪ બહિરાતઃમ તજી અંતર આતમા-રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની; પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની.’પ કેાઇને શંકા થવાના સંભવ છે કે અભન્ય જીવામાં તે અહિરાત્મા જ હોય, ત્રણે આત્મદશા કેમ ઘટે ? ઉત્તર ઃદ્રવ્યરૂપે ત્રણે છે. નહીં તો જ્ઞાનાવરણીય કર્મ તેને પાંચ ભેદે ન હાય. કેવળજ્ઞાનાવરણીય કર્મનું પ્રયાજન કેવળજ્ઞાનને આવરણ કરવાનું છે, તે પરમાત્મપણું જેને મુદ્દે ન હોય તો પછી કેવળજ્ઞાનાવરણ કર્મ નિષ્ફળ ઠરે, કેવળજ્ઞાનાદિ પ્રગટે તેવી સામગ્રી. ભાવ આદિની તેને કદી પ્રાપ્તિ થવાની નથી, તેથી તેને અભવ્ય કહ્યો છે; પરંતુ કેવળજ્ઞાનને યાગ્ય દ્રવ્યના અભાવ છે એમ નથી. આસન્નભવ્ય, દૂભવ્ય, ક્રૂતરભવ્ય અને અભય એ સર્વમાં ત્રણ ભેદે આત્મા છે. વળી સર્વજ્ઞમાં પરમાત્મા જ હાવાથી મહિરાત્મા અને અંતરાત્મા નથી, એમ કેાઈ ટાંકા કરે તેને ઉત્તર દે છે ભૂતપ્રજ્ઞાપન નયની અપેક્ષાએ તે વિરેધ ટળી જાય છે. સર્વજ્ઞ પહેલાં તે બહિરાત્મા તથા અંતરાત્મા પણ હતા; તેથી ઘીના ઘડાની પેઠે ઘી ભરેલું ન હોય તાપણુ ઘીના ઘડો કહેવાય છે, તેમ જ સર્વજ્ઞ કે અંતરાત્માને અહિરાત્મા કહેવાય. તેમ જ ભાવિપ્રજ્ઞાપન નયની અપેક્ષાએ, પરમાત્મા થનાર છે તેથી અંતરાત્મામાં પરમાત્માપણું પણ કહેવાય. આ પ્રકારે સર્વ પ્રાણીઓમાં ત્રણ પ્રકારે આત્મા કહી શકાય છે.
----→
આખા ગ્રંથમાં ત્રણ ભેદે આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. પણ કુશળ કારીગરની પેઠે અહિરાત્માના વર્ણન વખતે અન્ય શક્તિરૂપે રહ્યા છે તે લક્ષ રાખી, તથા અભ્યાસ કરનારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org