________________
છ દ્રવ્ય : પંચાસ્તિકાય : વિશ્વસ ચાલન
૪૫
બિમાર માણસને પણ ઊભા રહેવા માટે કાઈના હાથના ટેકા જોઇએ છે. તેમ જીવ અને પુદ્ગલને ઊભા રહી શકવામાં, સ્થિર થઇ શકવામાં તે સહાયક દ્રવ્ય છે. ધર્માસ્તિકાયથી આ વિપરીત સ્વભાવવાળા હોવાથી આને અધર્માસ્તિકાય ’ સંજ્ઞા
6
આપી છે.
આ દ્રવ્ય પણ લેાકમાં જ વ્યાપ્ત છે. તેથી બહુ બહુ તે જીવ-પુગલ લોકના છેડા સુધી જઇ ત્યાં છેડે સ્થિર રહે છે. માટે જ અહીં કર્મ મુક્ત થયેલા જીવ ઊંચે જઇને લેાકના અ ંતે જ સ્થિતિ કરે છે, સ્થિર થાય છે. (૬) કાળદ્રવ્ય :- આ પાંચ દ્રવ્યેા ઉપરાંત જીવ અને પુદ્ગલમાં નવું-જુનું, બહુ જુનુ, હાલનું, પૂત્તુ, બહુ પૂ નુ,.... એવા ભાવા કરનાર કાળ નામનુ દ્રવ્ય છે. ચીજ એની એ છે, પણ હુમણાં નવી કહેવાય છે, અને કલાક પછી બીજી ચીજ ઉત્પન્ન થઇ એની અપેક્ષાએ પૂર્વની એ ચીજ જુની કહેવાય છે. અથવા ઘડિયાળ દ્વારા જેને માપવામાં આવે છે તે જ કાળ છે. માટે જ આ નવાતું જુનુ કરનાર કાળદ્રવ્યમાં સેકન્ડ, મિનિટ, કલાક, દિન વ.... વગેરે, અથવા સમય, ક્ષણ, ઘડી, પળ, દિવસ.... વગેરેના હિસાબ હાય છે. આમ, ૧. જીવ, ૨. પુદ્દગલ, ૩. આકાશ; ૪. ધર્માસ્તિકાય, પ. અધર્માસ્તિકાય અને ૬. કાળ-છ દ્રવ્યે છે.
આ છ દ્રબ્યાના સમૂહ એનુ' નામ જ વિશ્વ. આ જીવ, પુગલ વગેરે છએ દ્રવ્યે મૂળરૂપે કાયમ રહે છે. પરંતુ એકબીજાના સહકારથી એમાં નવી નવી રીતભાત થાય, ને જુની જુની નષ્ટ થાય, એ એના પર્યાયના ઉત્પત્તિ-વિનાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org