________________
४४
જૈન ધર્મ પરિચય ગમનાગમન કરી શકતા હતા તે આજે જે વ્યવસ્થિત વિશ્વ દેખાય છે એ દેખાતું નહિ. બધું વેરવિખેર, ક્યાંનું કયાંય જઈ પડ્યું હોત! પણ એવું નથી. આકાશના અમુક ભાગમાં જ જીવ અને જડ પુદગલાનું ગમનાગમન થાય છે. આકાશના જેટલા ભાગમાં એ બને છે, એટલા ભાગને લેક (લકાકાશ) કહેવાય છે. બાકીના ખાલી ભાગને અલેક (અલકાકાશ) કહેવાય છે. આ અલકાકાશમાં છવ કે પુદ્ગલ નથી.
(૪) ધર્માસ્તિકાય – જીવ અને પુદ્ગલનું ગમનાગમન કાકાશમાં જ થાય, એનું નિયામક એમાં સહાયક ધમસ્તિકાય દ્રવ્ય છે, અર્થાત્ જેમ તળાવનાં જેટલા ભાગમાં પાણી છે તેટલા જ ભાગમાં માછલી હરી-ફરી શકે છે, માટે પાણી માછલીની ગતિમાં સહાયક કહેવાય છે. પાણી કાંઈ માછલીને ધક્કો મારી ગતિ નથી કરાવતું, પરંતુ માછલીને સ્વેચ્છાએ ચાલવું હોય ત્યારે પણ એમાં સહાયક બને છે, તેથી જ કિનારા પર પાણી નહિ એટલે માછલી ઈચ્છા છતાં ત્યાં ચાલી શકે નહિ. તેવી જ રીતે ધર્માસ્તિકાય જીવ અને પુદગલની ગતિમાં સહાયક છે. એ ધર્માસ્તિકાય કાકાશમાં જ વ્યાપ્ત છે, તેથી જીવ અને પુદ્ગલ એની સહાયથી માત્ર લેકમાં જ ગતિ કરી શકે છે. બહાર એ નહિ તેથી ત્યાં ગતિ કરી શકે નહિ. “મેક્ષસાધક આચરણ”-- અર્થમાં વપરાતા “ધર્મ” શબ્દથી આ ધર્મ શબ્દ જુદે જ છે, એ ખાસ ધ્યાન રાખવું.
(૫) અધર્માસ્તિકાય – ઊભા રહેવાનું શીખતા નાના બાળકને ઊભા રહેવા માટે કોઈના ટેકાની જરૂર પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org