SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર જૈન ધર્મને પરિચય પણુ જીવે કષાયથી જ ભેગાં કરેલાં હોય છે. એ કષાયમાં પણું, કારણને નિયમ વિચારતાં પૂર્વ પૂર્વના કર્મ અને કષાય જવાબદાર બને છે. આમ કર્મથી કષાય અને કષાયથી કર્મ.... એવું અનાદિ ચક [Cycle] ચાલ્યું આવ્યું છે. કારણ વિના કાર્ય બને જ નહિ. અનંતકાળ પૂર્વે પણ શું હતું? એ વિચારીએ તે જીવને શું કઈ પૂર્વ કર્મના વિપાક વિના જ એકાએક કષાય થઈ ગયા? અથવા શું કષાય વિના એકાએક કર્મ સેંટી ગયા? ના, એવું બની શકે જ નહિ. કષાય થયા તે પૂર્વના કર્મ હતા જ, અને પૂર્વે કર્મ ચટટ્યા તે એ ચુંટાડનાર કષાય પણ હતા જ. બેમાંથી કેઈની પણ ઉત્પતિ કારણ વિના નહતી થઈ એટલે જ બંનેની ધારા અનાદિકાળથી ચાલી આવે છે, અને એનું નામ જ સંસાર, સંસરણ. જીવ આ કર્મ–કષાયમાં સંસરણ–પરિભ્રમણ કરે છે. સંસાર અનાદિથી ચાલ્યા આવે છે. આ વસ્તુ પિતા– પુત્ર, વૃક્ષબીજ, મરઘી-ઈડું વગેરે દૃષ્ટાંતથી સમજી શકાય છે. પિતા પણ કોઈને પુત્ર છે. એ પણ એની પહેલાના કઈ પિતાને પુત્ર છે. મરઘી પણ કેઈ ઈડામાંથી થઈ. એ ઈડું પણ કોઈ મરઘીમાંથી થએલું. આમ એક સરખી ધારા અનાદિકાળથી ચાલી આવે છે. “વાંદરામાંથી માણસ બન્યું” આ ડાર્વિનની વાત તર્કશુન્ય હેવાથી હાસ્યાસ્પદ છે. જવને ચેટેલા કર્મ–પુદ્ગલ કષાયમાં પ્રેરે છે, અને કર્મ ને કષાયવશ આવે જ સજેલા છે. પરસ્પરના સહયોગથી નવાં નવાં શરીર, ઈન્દ્રિયે વગેરે બને છે. એ બનાવવા કર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy