SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ હાથ–પગ વગેરે અવયના હલનચલન કરવાને પ્રયત્ન કરનાર ચાવત્ મનનાં વિચારે ફેરવનાર અલગ વ્યક્તિ આત્મા જ છે. તે પિતે ધારે ત્યારે ચાલુ કરે અને ધારે ત્યારે બંધ. આમ આ બધાને સંચાલક અલગ આત્મા દ્રવ્ય સિદ્ધ થાય છે. (૧૧) “આત્મા નથી” એ બોલવા પરથી જ પુરવાર થાય છે કે આત્મા છે. વસ્તુ ક્યાંય પણ વિદ્યમાન હોય એને જ નિષેધ થઈ શકે. જડને અજીવ કહેવાય છે. હવે જે જીવ જેવી વસ્તુ જ ન હોય તે અજીવ શું છે? જગતમાં બ્રાહ્મણ છે, જેન છે, તેથી જ અબ્રાહ્મણ, અજેન વગેરે કહી શકાય. (૧૨) શરીરને દેહ, કાયા, કલેવર પણ કહે છે. આ બધા તેનાં પર્યાય શબ્દ-સમાનાર્થક બીજા શબ્દ છે. તે જ પ્રમાણે જીવના પર્યાય શબ્દ આત્મા, ચેતન વગેરે છે. જુદા જુદા પર્યાય-શબ્દ, જુદી જુદી વસ્તુના જ હોય. (૧૩) કેઈને પૂર્વભવનું સ્મરણ થાય છે અને એ બધું સ્મરણ તેને પોતાના અનુભવ જેવું જ લાગે છે. આ તે જ બની શકે કે જે આત્મા શરીરથી જુદે હેયસ્વતંત્ર હેય, અને તે જ પૂર્વજન્મમાંથી આ જન્મમાં આવ્યા હેય. નહિતર પૂર્વના શરીર દ્વારા થયેલા અનુભવ પૂર્વ શરીરનાશ સાથે નષ્ટ થયા, તે આ શરીરમાં યાદ શી રીતે આવે? એવું તે કંઈ બને કે અનુભવ કઈ કરે અને તેનું સ્મરણ-અનુભૂત સ્મરણ બીજે કરે ? પિતાએ પરદેશમાં અનુભવેલું પુત્ર યાદ કરી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy