SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ ખાઈ શકે છે કે ન તે તે જીવંત દેહની જેમ પચાવવા વગેરે બીજી ક્રિયાઓ કરી શકે છે. (૩) આપણે કહીએ છીએ કે “એને જીવ ગયે. હવે આમાં જીવ નથી.” આ “વ” એ જ આત્મદ્રવ્ય. (૪) શરીર વધે છે, ઘટે છે. પણ આ શરીરના વધવાઘટવાથી જ્ઞાન, ઈચ્છા, સુખ-દુઃખ, ક્ષમ-નમ્રતા વગેરે કશાની વધ-ઘટ થવાને નિયમ નથી. આ જ પ્રમાણ છે કે જ્ઞાનાદિ શરીરના ધર્મ નથી, પરંતુ આત્માના તે ધર્મો છે. - (૫) શરીર એક ઘર જેવું છે. ઘરમાં રડું, દીવાનખાતું, બાથરૂમ, ઓસરી વગેરે હોય છે, પણ તેમાં રહેનારે માલિક કે ભાડુત પોતે કંઈ ઘર નથી. એ તે ઘરથી જુદાં જ છે. તેમ શરીરની પાંચ ઇન્દ્રિયે છે, પણ તે સ્વયં આત્મા નથી. આત્મા વિના આંખ જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી, જીભ કઈ રસ ચાખી શકતી નથી. આ બધાને કાર્યરત આત્મા રાખે છે. શરીરમાંથી આત્મા ચાલ્યા ગયે તે એનું બધું જ કામ બંધ. માળી ગયે એટલે બગીચે ઉજજડ! (૬) શરીર એ કાપડની જેમ ભેગ્ય વસ્તુ છે. મેલું થયું હોય તે એને બેઈ શકાય છે, એને વધુ ઉજળું પણ કરી શકાય છે. તેલ માલીશથી તેને સુંવાળું કરી શકાય છે. પફ-પાવડર વગેરે પ્રસાધનથી તેને સુંદર અને સુશોભિત કરી શકાય છે, પણ આ બધું કરનાર કોણ? શું શરીર પતે? ના, શરીરમાં રહેલે આત્મા જ આ બધું કરે છે. આત્મા નીકળી ગયા પછી મડદુ શરીર એ કશું કરતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy