SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ શું છે? ૩૧ ૧. વર્ણ-ગંધાદિથી વિલક્ષણ જ્ઞાન-સુખ-દુઃખાદિ ગુણે કુરણ-સંવેદના રૂપે અનુભવાય છે, તેથી એ જડ–શરીરના ગુણ ન હોય. ૨. મરેલાના શરીરમાં (મૃતદેહમાં) એ ધમાં બિલકુલ જણાતા નથી. ૩. શરીરનાં ઘટક મૂળ દ્રવ્ય, પાણી, માટી વગેરેમાં જ્ઞાનાદિ સહેજ પણ નથી. દારૂનાં ઘટક દ્રવ્ય આટે, પાણી, ગળ વગેરેમાં અશેય મદશક્તિ છે. એથી આ દ્રવ્ય ભેગા મળવાથી બનેલ દારૂમાં માદકશક્તિ જણાય છે. ૪. અહીં મારી યા અન્ન, પાણી વગેરેમાં અંશેય જ્ઞાન, સુખ-દુઃખ વગેરે કયાં છે? તે એ અન્નપાણીથી બનેલા શરીરના એ ધર્મ કેવી રીતે ગણાય? માટે કહેવું પડે કે એ શરીરમાં જે એક અદશ્ય ચેતન દ્રવ્ય છે, એને એ ધર્મ છે. રાખમાં ભીનાશ શીતળતા, ચીકાશ વગેરે ધર્મ નથી; છતાં ભીની રાખમાં એ દેખાય છે તે માનવું પડે કે એમાં પણ ભળ્યું છે, ને એના એ ગુણધર્મ છે. એમ શરીરમાં ચેતન–આત્મા ભળે છે, એના એ જ્ઞાનાદિ ગુણધર્મ છે. માટે જ શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી એ મુદ્દલ દેખાતા નથી. પ્રશ્ન 8 ૧. શક્તિ શી ચીજ છે? ૨. મૈતન્યજ્ઞાન વગેરે ધર્મો શરીરના કેમ નહિ? ૩. આત્મા ભૌતિક પદાર્થોથી બનેલ કેમ ન મનાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy