SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈન ધર્મના પરિચય એટલે દ્રવ્ય સિવાય શક્તિ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી, પ્ર- તે ચૈતન્યને પણ જડ શરીરની જ એક શક્તિ ન મનાય ? કારણુ ચૈતન્ય જડથી જુદું તે દેખાતું નથી, આ દૃષ્ટિએ વિશ્વ માત્ર જડદ્રવ્યમય જ રહ્યું, તે ચેતનઆત્મા સ્વતંત્ર દ્રવ્ય કઇ રીતે મનાય ? ઉ– રોત એ ચેતન દ્રવ્યની જ ખાસ શક્તિ છે, ને ચેતન દ્રવ્ય સ્વતંત્ર દ્રવ્ય જ છે, પ્રશ્ન- તા શરીરની જેમ ચેતન દ્રવ્ય કેમ દેખાતુ નથી ? ઉ- ચેતન દ્રવ્યમાં વધુ', સ્પ વગેરે ગુણ-ધર્માં નહિં હાવાથી આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયાથી તે દેખાતું નથી. અલબત્ આ ચેતન દ્રવ્ય શરીરમાં પ્રવિષ્ટ છે, ને શરીર નજરે દેખાય છે એટલે ચેતન-દ્રવ્યના ખાસ ધ ચૈતન્ય, જ્ઞાન, રાગ, ઇચ્છા, સુખ, દુ:ખ વગેરે શરીરમાં જ હાવાના ભાસ થાય છે. બાકી એ ચૈતન્યાદિ ધમ ખરેખર શરીરના ધર્મ નથી, પણ શરીરમાં પૂરાયેલાં ચેતન દ્રવ્યના આત્મદ્રવ્યના ધર્મો છે. ૪૦- ચૈતન્ય વગેરે ધર્માં શરીરના નથી એમ શા માટે? ઉ એટલા માટે કે શરીર જડ છે, એટલે તેમાં માટી, લાકડું', પત્થર વગેરે જડની જેમ વ, ગંધ, રસ, સ્પર્શ હાઇ શકે છે; પરંતુ ચૈતન્ય, જ્ઞાન, સુખ-દુઃખ, વગેરે ધમ નહિ. તેનાં કારણેા એ છે કે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy