SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મને પરિચય " નિશ્ચિત, નિર્ભય, શાંત અને આત્મામાં મસ્ત હોય તે જ સુખને-સાચા સુખને અનુભવ થાય. ધમ આવું સુખ આપે છે, ધમ એવી નિરાંતની સ્થિતિ ઊભી કરી આપે છે કે જેથી જેમ વનવગડામાં કકડીને ભૂખ લાગી હોય અને માત્ર સુકે રોટલે જ ખાવા મળે તેય એ ખાવામાં મહાઆનંદ આપે છે, તેવી રીતે ધર્માત્માને ધર્મ સમજથી દુન્યવી સામાન્ય સંજોગોમાં પણ મહાન આનંદ રહે છે, જેમકે સાધુ-મહર્ષિને. ઉપરાંત ધર્મ એવા પુણ્યના ચેક આપે છે કે એ જીવને પરભવમાં સારી દેવ-મનુષ્યાદિ ગતિ, સારું ફળ, આરે ગ્ય, ઋદ્ધિ-સમૃદ્ધિ, દેવ-ગુરુ આદિ ધર્મ-સામગ્રી અને સદબુદ્ધિ આપે છે. આ લેક અને પરલેકમાં સુખ જોઈતું હોય તે ધમ આરાધવાની ખાસ જરૂર છે. કહ્યું છે કે : વ્યસન શતગતાનાં કલેશોગાતુરા, મરણભયહતાનાં દુઃખશેકાદિતાનામ; જગતિ બહુવિધાના વ્યાકુલાના જનાના શરણમશરણના નિમેકે હિ ધર્મ ભાવાર્થ સેંકડે સંકટ પ્રાપ્ત થયેલાને, કલેશ અને રોગથી પીડાતાનેમરણના ભયથી વિહ્વળ બનેલાને; દુઃખશેકથી દુખિતને, અનેક પ્રકારે આકુળ-વ્યાકુળ લેકને અને નિરાધારને, જગતમાં હંમેશા ધર્મ જ એક માત્ર શરણભૂત છે. આવા સમયે ગમે તેવા માણસને પણ હે ભગવાન' ફરી આવે છે એ સૂચવે છે કે ભગવાન ને ધર્મ એજ અંતે શરણભૂત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy