________________
" જીવનમાં ધર્મની જરૂર
૧૯
સુખ માનપાન અને સત્તા સાહ્યબીમાં છે; પણ જગતમાં જેવાથી દેખાય છે કે કેટલાકની પાસે ધન-સંપત્તિ ઓછા હોવા છતાં તેઓ સંતેષથી વધારે સુખી છે, અને જેમની પાસે તે અઢળક કે પૂરતા છે તેમના જીવનમાં ચિંતા-સંતાપથી જરાય સુખ-શાંતિ જોવા નથી મળતા.
સુખ ધન-સંપત્તિનો ગુણ હોય તે તે જેટલા ધન– સંપત્તિ વધુ, તેટલે વધુ સુખને અનુભવ થાય. એમ સુખ જે ખાન-પાનને ગુણ હેય તે જેટલા ખાન-પાન વધુ થાય તેટલું વધુ સુખ લાગવું જોઈએ. પણ અનુભવ જુદે થાય છે. એક બે લાડુ ખાતાં સુખ થાય છે, પણ વધુ ખવાઈ જાય તે ઉટી જેવું થાય છે, જીવને અ–સુખ દુઃખ લાગે છે. એક પત્ની કરીને જે સુખ લાગે છે તે સુખ બે ત્રણ પત્ની કરવાથી સુખ વધવાને બદલે ઉલટું ઘટી જાય છે!
તે શું આ ધન-પરિવાર–મેવામિઠાઈ વગેરેને સુખ કહેવાય ?
બીજી રીતે વિચારીએ. એક જ વસ્તુ એકવાર સુખરૂપ લાગે છે અને એ જ વસ્તુ ફરીવાર દુઃખરૂપ લાગે છે. તે શું કેઈ પણ ચીજ વસ્તુમાં ચોક્કસપણે દુઃખ જ છે કે સુખ જ છે એમ કહેવાય ખરું? ના. ન જ કહેવાય.
સુખ એ બાહ્યાવસ્તુને ધર્મ નથી, એ તે આત્માની ચીજ છે. પરંતુ એ ત્યારે જ અનુભવાય છે કે જ્યારે હૈયે કઈ ચિંતા ન હય, મનમાં કોઈ ભય ન હય, અંતરમાં ન કેઈ સંતાપ હય, ન કોઈ અપિ હેય. મન–હૈયું-અંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org