________________
જગતનું સર્જન અને સંચાલન
૧૭
એમાં વૈરાગ્ય અને વિલાસ વધતાં સાંસારિક સર્વ સંબંધોનો ત્યાગ કરી સૂમ કેટિની અહિંસા, સત્ય વગેરેના મહાવતે સ્વીકારી મુનિ બને છે એમાં જ્ઞાનાચાર વગેરે પંચાચારનું પાલન કરી સર્વ કર્મને ક્ષય કરી મોક્ષ પામે છે.
જીવને આ બધી આત્માની ઉન્નતિ કરતાં અનેક ભવ લાગે છે. નિશાળના ધરણેની જેમ અનેક જન્મમાં પ્રગતિ કરતાં કરતાં છેવટે કંઈ મનુષ્ય ભવમાં ઉન્નતિની પરાકાષ્ઠાએ પહોંચવાનું બને છે. કેઈ ભવમાં ભૂલ કરી બેસે તે પાછો અવનતિ પણ પામે છે, ત્યાં પાછી ઉન્નતિની ફરીથી મહેનત કરવી પડે છે.
માટે બીજા નીચી કેટિના જીવ તરફ અરૂચિ, દ્વેષ ન કરતાં તેમજ જાત માટે ખેટી ચિંતા, નિરાશા ન સેવતાં, એક માત્ર ધર્મસાધના, યોગસાધના, ને ચોગ્યતા-સાધનામાં લક્ષ રાખી મન-વચન-કાયાથી પુરુષાર્થ કરે.
હવે બીજા પ્રકરણમાં તત્ત્વ અને મોક્ષમાર્ગને કંઈક વિસ્તારથી વિચાર કરીશું.
૧. જગતનું સર્જન અને સંચાલન શી રીતે ચાલે છે? ૨. જગતમાં પહેલું શું બન્યું, જીવ કે જડ? ૫. ઝાડની ઉત્પત્તિ દ્વારા જીવન સાબિતી કરે. ૪. જીવનને ઈતિહાસ વર્ણવે. પ. શુદ્ધ ધર્મ કા અને શાથી? ૬. ધર્મ એ વૃક્ષ કેવી રીતે? ધર્મ એ મોક્ષમાર્ગ શાથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org