________________
અનેકાંતવાદ (સ્વાદુવાદ) ઃ સપ્તભંગી-અનુગ ૨૯૭ અપેક્ષાએ તે એ એકમાં જ સાથે રહી શકે છે.
દા. ત. રામ એકલા દશરથની અપેક્ષાએ પુત્ર અને પિતા બંને નહાતા, પરંતુ દશરથની અપેક્ષાએ તે પુત્ર હતા જ ને ? અને લવ-કુશની અપેક્ષાએ પિતા હતા જ ને? એટલે રામમાં પુત્રત્વ-પિતૃત્વ બંને સાથે હતું. એમ સુવર્ણ મૂળ સુવર્ણદ્રવ્યની અપેક્ષાએ નિત્ય=કાયમ છે, કિંતુ કડાપણું-- કઠીપણું વગેરેની અપેક્ષાએ કાયમ નહિ, પણું અનિત્ય છે. આમ સુવર્ણમાં નિયત્વ અનિયત્વ બંને છે.
વસ્તુમાં અમુક અમુક અપેક્ષાએ જ તેવા તેવા ધર્મ રહે છે. તેથી તે તે ધર્મનું દર્શન કે પ્રતિપાદન તે તે અપેક્ષાએ જ સાચું થઈ શકે, પણ તેથી બાજી જ ભળતી અપેક્ષાએ સાચું નહિ. બાજી અપેક્ષાએ તે બીજો જ ધર્મ કહેવું પડે.
દા. ત. આત્મા એ જીવ તરીકે જ નિત્ય છે, પણ મનુષ્ય તરીકે નિત્ય નહિ, કાયમ નહિ. મનુષ્ય તરીકે તે એને અસ્થિર-અનિય જ કહેવું પડે. આમ જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા ધર્મ એક જ વસ્તુમાં રહી શકે છે, તેમાં પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મ પણ હેય.
દા. ત. પાણીથી અધે ભરેલ ગ્લાસ ભરેલે પણ છે, ને ખાલી પણ છે. ત્રીજી આંગળી નાની ય છે, તેમ મટી ય છે. એટલે એકાંતે એક જ ધર્મ હવાને આગ્રહ રખાય, તે તે
ટું છે.
તાત્પર્ય, વસ્તુ નિય છે, એક છે, વગેરે; તે નિરપેક્ષપણે કે સર્વે અપેક્ષાએ નહિ, પણ કથંચિત એટલે કે અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org