________________
૨૯૬
જૈન ધર્મને પરિચય સિદ્ધાન્ત. દા. ત. એકાંત મતે આત્મા નિત્ય છે, એટલે કે નિત્ય જ છે, અનિત્ય નહિ જ. અનેકાંત મતે નિત્ય પણ છે, અનિન્ય પણ છે, અર્થાત નિત્યાનિત્ય છે. આ અનેકાંતવાદી પરિસ્થિતિ એ કાંઈ સંશય-અવસ્થા કે અચોક્કસ અવસ્થા નથી, પણ ચેસ અસંદિગ્ધ અવસ્થા જ છે કેમકે બંને પૈકી, નિત્ય છે તે નિશ્ચિતપણે અને ચોક્કસ રૂપે નિત્ય છે જ, એમ “અનિત્ય પણ છે” તે ય નિશ્ચિત અને ચક્કસ અનિત્ય છે જ.
- પ્રવ- એની એ વસ્તુ નિત્ય પણ ખરી, અને અનિત્ય પણ ખરી, એ પરસ્પર વિરુદ્ધ નથી? વિરુદ્ધ ધમે એક સાથે કેમ રહી શકે?
ઉ – વસ્તુનાં બે રૂપ છે :- ૧. મૂળરૂપ અને ૨. અવસ્થારૂપ. વસ્તુ મૂળરૂપે કાયમ રહે છે, યાને નિત્ય છે, સ્થિર છે. છતાં અવસ્થારૂપે કાયમ નથી, સ્થિર નથી, અનિત્ય છે. દા. ત. સેનું સનારૂપે કાયમ રહે છે, છતાં લગડીરૂપે કે કડારૂપે કાયમ નથી હતું,- એ સ્પષ્ટ દેખાય છે. એ અવસ્થારૂપે પરિવર્તન પામ્યા કરે છે, અર્થાત્ અવસ્થારૂપે અનિત્ય છે. અલબત્ નિત્યત્વ અને અનિત્યત્વ વિરુદ્ધ છે, સાથે ન રહી શકે, પણ તે એક જ અપેક્ષાએ વિરુદ્ધ હેઈને સાથે ન રહી શકે; કિંતુ જુદી જુદી અપેક્ષાએ એક જ ઠેકાણે સાથે રહી શકે છે, માટે વિરુદ્ધ નથી.
દા. ત. પિતાપણું અને પુત્રપણું આમ વિરુદ્ધ છે. પિતા તે પુત્ર નહિ. અર્થાત તે પિતૃત્વ-પુત્રત્વ એક જ વ્યક્તિની અપેક્ષાએ સાથે ન હોઈ શકે. પરંતુ ભિન્ન ભિન્ન વ્યક્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org