________________
૨૭૪
જૈન ધર્મને પરિચય
કહેવામાં આવે છે. પ્રમાણ અને નય એ જ્ઞાનના જ બે પ્રકાર છે.
પ્રમાણજ્ઞાન સમગ્ર રૂપે થતું હોઈ એમાં અમુક અપેક્ષાએ આમ છે” એવું નથી. જીભથી સાકર મીઠી જાણી, કે શાસ્ત્રથી નિગેદમાં અનંત જીવ જાણ્યા, એમાં કોઈ વચમાં અપેક્ષા ન આવી.
પરંતુ ઘડે રામલાલને હોવાનું જાણ્યું એમાં અપેક્ષા છે કે માલિકીની દષ્ટિએ રામલાલને છે, અગર બનાવટની દષ્ટિએ, યા સંગ્રાહકપણુની દષ્ટિએ; અર્થાત “ઘડો રામલાલ નામના માલિકને કે બનાવનારને અથવા સંગ્રાહકને છે.” એવું જ્ઞાન, આ અપેક્ષાએ અંશે થતું જ્ઞાન એ નય છે.
- પાંચ પ્રમાણુ જ પ્રમાણજ્ઞાન બે પ્રકારે છે– ૧. પ્રત્યક્ષ અને ૨. પક્ષ. પ્રત્યક્ષજ્ઞાન એટલે જે જ્ઞાન “અક્ષ (આત્મા)ને “પ્રતિ” અર્થાત સાક્ષાત (બાહ્ય સાધન વિના) થાય છે. પરોક્ષ એટલે આત્માને “પર” એટલે કે ઈન્દ્રિય વગેરે કઈ સાધન દ્વારા થાય તે જ્ઞાન.
પરોક્ષજ્ઞાનના બે પ્રકાર છે. ૧. મતિજ્ઞાન અને ૨. શ્રુતજ્ઞાન.
પ્રત્યક્ષજ્ઞાનના ત્રણ પ્રકાર છે. ૧. અવધિજ્ઞાન, ૨. મન પયયજ્ઞાન, અને ૩. કેવળજ્ઞાન. આમ પ્રમાણજ્ઞાનના પાંચ પ્રકાર થયા – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાયજ્ઞાન, અને કેવળજ્ઞાન.
૧. મતિજ્ઞાન - મતિજ્ઞાન ઈન્દ્રિયો અને મનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org