________________
२७०
જૈન ધર્મને પરિચય
એટલે કે કષાય, તે પણ માત્ર લેભ (રાગ) સૂક્ષ્મ કેટિને ઉદયમાં રહે ત્યારે આ ગુણસ્થાનકે અવાય છે.
૧૧. ઉપશાન્ત મહ ગુણસ્થાનકે - ઉક્ત સૂક્ષ્મ લેભને પણ તદ્દન ઉપશાંત કરી દેવાય ત્યારે ઉપશાંત મેહનું આ ગુણસ્થાનક પમાય છે.
અહીં જીવ વિતરાગ બને છે. મેહનીય કર્મ ઉપશાંત કર્યો એટલે એને તત્કાલ ઉદય અંતમુહૂર્ત માટે સર્વથા રે; પરંતુ સિલિકમાં તે એ પડ્યા છે, તેથી અંતમુહૂર્તમાં જ એ પાછા ઉદયમાં આવી જીવને નીચેના ગુણસ્થાનોમાં ઘસડે છે. એટલે અહીં સર્વથા ઉપશાન્ત થઈને જે વીતરાગદશા અને યથાખ્યાત ચારિત્ર મળ્યું હતું, તે અંતમુહૂર્તમાં લુપ્ત થઈ જાય છે, તેથી નીચેના ૧૦મા વગેરે ગુણઠાણે ઊતરી જાય છે.
૧૨. ક્ષીણમેહ ગુણસ્થાનક - જેમણે મેહનીય કર્મની “ઉપશમના કરતાં રહેવાનું કર્યું, તે તે ૧૧ મું ગુણસ્થાનક પામે છે, પરંતુ જેમણે પહેલેથી જ “ક્ષપણ” (ક્ષય) કરવા માંડે, તે ૧૦માને અંતે મેહ સર્વથા ક્ષીણ થઈ જતાં તરત ૧૨ મે આવી ક્ષીણમેહ વીતરાગ બને છે. હજી અહીં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય નામના ઘાતી કર્મ ઉદયમાં વતે છે, તેથી એ સર્વજ્ઞ નથી બન્યા, પણ છદ્મસ્થ વીતરાગ છે. છઘ=જ્ઞાનાવરણ કર્મનું આવરણ.
૧૩. સગી કેવળી ગુણસ્થાનક - બારમાને અંતે જ્યારે સમસ્ત ઘાતી કર્મોને નાશ કરે છે, ત્યારે અહીં આવી કેવળજ્ઞાન–કેવળદર્શન પામે છે. એ સર્વજ્ઞ બને છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org