________________
૨૬૮
જૈન ધર્મને પરિચય
હેય છે. અહીં હિંસાદિ પાપના ત્યાગની પ્રતિજ્ઞા અર્થાત્ વિરતિ” નથી કરી, માટે એ અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
૫. દેશવિરતિ ગુણસ્થાનક – સત્વ પામ્યા પછી જેવી શ્રદ્ધા કરી કે “હિંસા-જુઠ વગેરે પાપ ત્યાજ્ય છે.” એ પ્રમાણે એના આંશિક ત્યાગની પ્રતિજ્ઞા કરાય, ત્યારે એ અંશે વિરતિ અર્થાત્ દેશવિરતિ શ્રાવકનું ગુણસ્થાનક પ્રાપ્ત થયું ગણાય.
૬. પ્રમત (સર્વવિરતિ) ગુણસ્થાનક - વૈરાગ્ય ભરપુર થઈવલાસ વિકસાવતાં હિંસાદિ સર્વ પાપનો સર્વથા (સૂક્ષ્મ તે પણ) ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક કરાય, ત્યારે સર્વવિરતિ સાધુપણું આવ્યું કહેવાય અહીં હજી પ્રમાદ નડી જાય છે તેથી પ્રમત્ત અવસ્થા છે, માટે એને પ્રમત્ત ગુણસ્થાનક કહે છે.
૭. અપ્રમત્ત ગુણસ્થાનક - છઠ્ઠા ગુણસ્થાનકની અવસ્થામાંથી પ્રમાદને ત્યાગ કરાય ત્યારે અહીં અવાય છે. પરંતુ વિસ્મૃતિ ભ્રમ વગેરે પ્રમાદ એવા નાજુક છે કે એને ક્ષણભર ટાળ્યા હેય છતાં પાછા ઊભા થાય છે, એટલે ૭ મું ગુણસ્થાનક જીવને અંતર્મુહુર્તથી વધુ સમય ટકવા દેતું નથી અને એને ૬ ઠ્ઠા ગુણસ્થાનકે તાણ જાય છે. પરંતુ સાધક આત્માની પ્રમાદની સામે સતત લડાઈ ચાલુ છે, એટલે પાછો ઉપર સાતમે ચઢે છે, વળી પડે છે, પાછો ચઢે છે. એમાં જે અધિક વર્ષોલ્લાસ ફેરવે તે ૮મે ગુણઠાણે ચડી જાય છે. ૭મે થી ૮ મે ન ચડે તે નીચે પડે.
૮. અપૂર્વકરણ ગુણસ્થાનક -મિથ્યાત્વ-અવિરતિપ્રમાદને અને કષાયની ૩ ચોકડીના ઉદયને ટાળવાથી ૭ મે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org