________________
મેક્ષ.
૨૫૫
ઈષ્ટ વસ્તુ મળે, કે કઈ ઈચ્છા પૂરી થાય, તે સુખ લાગે છે, ત્યારે સર્વ રોગ મટે, સર્વ શત્રુ ટળે, સર્વ ઈષ્ટ મળે, સર્વ ઇચ્છા પૂર્ણ થાય, તો કેટલે બધે આનંદ!
મેક્ષમાં એથી પણ અનંતગુણ આનંદ છે. એ અસંયોગનું સુખ છે. દુન્યવી સંયોગના તુચ્છ સુખમાં ટેવાયેલાને એની ગમ નથી પડતી, પરંતુ એ સહજ સુખ અને સુખમય મોક્ષ અવશ્ય છે. મોક્ષસુખની વાનગી ત્યાગીઓ અનુભવી શકે છે. મા બાપને ત્રાસ આપનારા છેકરા પરદેશ ચાલ્યા જાય, તે મા બાપને સુખ લાગે છે.
એ મોક્ષ થવે શક્ય પણ છે; કેમકે જે કારણોએ સંસાર છે, તેનાથી વિપરીત કારણો સેવતાં સંસારનો અંત આવી શકે છે. જેમ સુવર્ણ અને માટીને મૂળથી સંગ છતાં ખાર આદિ પ્રગથી સુવર્ણ સર્વથા શુદ્ધ થઈ શકે છે; તેમ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી અનાદિ પણ કર્મસંગને નાશ થઈ ભવ્ય આત્મા સર્વથા શુદ્ધસિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ શકે છે. | મુક્ત થયેલાને ફરી કદી કર્મને સંગ થતો નથી, એટલે હવે અક્ષય-અવ્યાબાધ અનંત સુખ, અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતવીર્ય એ ચાર અનતાની નિત્ય સ્થિતિ હોય છે. એમ તો આઠ કર્મના નાશથી શાશ્વત કાળ માટે મૂળ આઠ ગુણ પ્રગટ થાય છે, અને તેથી હવે કદી ય એમને સંસાર નહિ, ગતિભ્રમણ નહિ, શરીરઈ ક્રિયાદિ નહિ, શાતા-અશાતા, હર્ષ–ખેદ, યશ-અપયશ, વગેરે વિટંબણુકારી દ્વો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org