________________
ધ્યાન
૨૪૯
(૯) આજ્ઞાવિચચમાં એ ચિંતવવાનું કે “અહો ! આ જગતમાં હેતુ-ઉદાહરણ-તર્ક વગેરે હોવા છતાં અમારા જેવા જી પાસે બુદ્ધિને તે અતિશય નથી. તેથી આત્માને લાગતે કર્મબંધ, પરલોક, મેક્ષ, ધર્મ, અધર્મ વગેરે અતીન્દ્રિય હેઈ સ્વતઃ નજરે જોવા જાણવા સમજવા બહુ મુશ્કેલ પડે છે. છતાં એ આપ્ત પુરુષના વચનથી જાણી શકાય છે. એને પરમ આત પુરષ વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનના વચને કે સુંદર પ્રકાશ આપે છે ! એમને જૂઠ બોલવાને હવે કોઈ જ કારણ નથી. તેથી એમનાં વચન સત્ય જ છે. એમનું કહેલું યથાસ્થિત જ છે.” અહે! કે એમને અનન્ય ઉપકાર !
“અહો! કેવી કેવી અનંત-કલ્યાણ-સાધક, વિદ્વજનમાન્ય અને સુરાસુર-પૂજિત એમની આજ્ઞા!' આ ચિંતનઅનુચિંતનથી સકલ સપ્રવૃત્તિના પ્રાણભૂત શ્રદ્ધાને પ્રવાહ અખંડ વહેતે રહે છે...
(૧૦) હેતુવિચયમાં જ્યાં આગમના હેતુગમ્ય વિષમ પદાર્થ પર વિવાદ ખડે થાય ત્યાં કેવા તર્કનું અનુસરણ કરવા દ્વારા સ્યાદ્વાદ-નિરૂપક આગમને આશ્રય કરે, ને તે પણ કષ-છેદ-તાપની કેવી પરીક્ષાપૂર્વક આશ્રય કર લાભદાયી છે એ ચિંતવવાનું.
કોઈપણ શાસ્ત્રની સચ્ચાઈ જેવા સુવર્ણની જેમ
(૧) કષ- ટી-પરીક્ષા એટલે એ જોવાનું કે એ શાસ્ત્રમાં યોગ્ય વિધિનિષેધ છે? તો જિનાગમમાં દા. ત. કહ્યું તપ-સ્વાધ્યાય-ધ્યાન કરવું, હિંસાદિ પાપ ન કરવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org