________________
વ્યાન
२४७
(૬) વિરાગવિચયમાં કાયા-કુટુંબ-વિષ અને ઘરવાસ ઊપર વૈરાગ્યની વિચારણા આવે. (૧) “અહો ! આ કેવું કથિરનું શરીર કે જે ગંદા રજવર્યમાંથી બન્યું! માતૃઆહારની રસમાંથી પિષાણું મળમૂત્રાદિ અશુચિએ ભર્યું ! પાછું દારૂના ઘડાની જેમ એમાં જે નાખે તેને અશુચિ કરનારૂં! દા. ત. મિષ્ટાન્નને વિષ્ઠા અને પાણીને તે શું પણ અમૃતને ય પેસાબ બનાવનારૂં છે ! આવું ય શરીર પાછું સતત નવ દ્વારમાંથી અશુચિ વહેવડાવનારૂં છે! વળી તે વિનશ્વર છે, સ્વયં રક્ષણહીન છે, ને આત્માને ય રણરૂપ નથી! (૨) કુટુંબમાં પણ, મૃત્યુ કે રોગના હુમલા વખતે, માતા-પિતા-ભાઈ બેન-પત્ની-પુત્ર-પૌત્રી, કેઈજ એને બચાવી શકતું નથી ! ત્યારે આમાં કોણ મને હર રહ્યું ? વળી (૩) શબ્દ-રૂપ-રસ વગેરે વિષયે જોવા જઈએ તે એના ભગવટા ઝેરી કપાષ્ફળ ખાવા સમાન, પરિણામે કટુ છે! અવશ્ય સહજ-વિનાશી છે! પાછા પરાધીન છે!
તોષરૂપી અમૃતઆસ્વાદના વિરોધી છે! પુરુષે એને એવા જ એળખાવે છે ! વિષથી લાગતું સુખ પણ બાળકને લાળ ચાટવામાં લાગતા દૂધના સ્વાદના સુખની જેમ કલ્પિત છે. વિવેકીને આમાં આસ્થા હેય નહિ. વિરતિ જ શ્રેયસ્કરી છે. (૪) ઘરવાસ એ તે સળગી ઊઠેલ ઘરના મધ્યભાગ જે છે, જ્યાં જાજ્વલ્યમાન ઇન્દ્રિય પુણ્યરૂપી કાષ્ઠને સળગાવી દે છે! અને અજ્ઞાન-પરંપરાને ધુમાડો ફેલાવે છે! આ આગને ધર્મમેઘ જ બુઝાવી શકે માટે ધર્મમાં જ પ્રયત્ન કરવા યોગ્ય છે.....” વગેરે રાગનાં કારણોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org