SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરી २३७ ૪. વિવેક=બિનજરૂરી યા અકથ્ય આહાર-ઉપકરણને ત્યાગ કરે તે. ૫. વ્યુત્સર્ગ સૂત્રાધ્યયનવિધિ યા પ્રતિકમણુવિધિમાં કે જ્ઞાનાદિ આરાધનાથ યા ઉપદ્રવ પ્રસંગે કાર્યોત્સર્ગ કરાય તે; કાયાની મમતા વોસિરાવી સ્થિર ધ્યાનમાં ખડા રહેવું. ૬. તપ=પાપનાં પ્રાયશ્ચિત્ત રૂપે ગુરુએ કહેલ ઉપવાસ વગેરે તપ કરાય તે. ૭. છેદ અતિચાર (વ્રતખલના)ના શુદ્ધિ અર્થે ચારિત્રપર્યાયમાંથી કાપ મૂકાય તે. ૮ મૂળ= અનાચાર સેવવાને લીધે મૂળથી સર્વ ચારિત્રપર્યાયનો ઉચ્છેદ કરી ફરીથી મહાવતારોપણ કરવામાં આવે છે. ૯. અનવસ્થા=૭ની સાથેની વાતચીત સુદ્ધાંના વ્યવહાર બંધ કરાવી અમુક સમય ગચ્છમાં જ વિશિષ્ટ મર્યાદાબદ્ધ રખાય તે. ૧૦. પારચિત ગચ્છબહાર મુનિવેશ વિના ગુપ્ત રીતે અમુક સમય સંયમમાં જ રખાય તે. (૨) વિનય - ૧. બાહ્ય સેવારૂપ ભક્તિ, ૨. આંતર પ્રીતિરૂપ બહુમાન, ૩. પ્રશંસા, ૪. નિંદાને પ્રતિકાર, અને ૫. આશાતના-ત્યાગ,એમ સામાન્ય પાંચ રીતે વિનય કરવામાં આવે, તે પણ તપ છે. આ વિનય ૩ જ્ઞાન-દર્શન-ચારિત્રને, ૩ મન-વચનકાયમને અને ૧ લેકોપચાર (ઉપચાર) વિનય, એમ સાત પ્રકારે છે. વિશેષ વિનય તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy