________________
નિર્જર
૨૩૫
કહેવામાં આવે છે. (એટલું ધ્યાનમાં રહે કે અનિચ્છાએ ભૂખ-તરસ, મારપીટ વગેરે કષ્ટ સહવામાં આવે અને તેથી અલ્પ કર્મ સ્વતઃ ભગવાઈ નાશ પામે તેને અકામનિર્જરા કહે છે. ત્યારે સહિષ્ણુતા દ્વારા સત્વ-વિકાસ, કર્મક્ષય અને આત્મશુદ્ધિ કરવાની કામનાથી કર્મોદય સહીને યા અનશન વગેરે તપ સેવીને જે અઢળક કર્મક્ષય થાય તેને સકામ નિર્જરા કહે છે.)
તપ બે પ્રકારે છે.- ૧. બાહો અને ૨. આભ્યન્તર. બાહ્ય એટલે બહારથી કષ્ટરૂપે દેખાય છે, અથવા બહાર લેકમાં પ્રસિદ્ધ છે તે; અને આભ્યન્તર એટલે આંતરિક મલિન વૃત્તિઓને કચરવા રૂપે કરાય તે, યા જૈનદર્શનમાં જ જે તપ બતાવ્યું છે તે. બાહ્ય અને આભ્યન્તર બને તપ દરેકના ૬-૬ પ્રકાર છે, તેથી તપના અર્થાતુ નિર્જરાના કુલ ૧૨ ભેદ છે.
- ૬ બાહ્ય ત૫ ૯ બાહ્ય તપના ૬ પ્રકાર છે –
અનશન, ઊનોદરિકા, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા,
(૧) અનશન=આહારનો ત્યાગ – તે ઉપવાસ, એકાસણું, બિયાસણું, વિહાર-તિવિહાર - અભિગ્રહ વગેરેથી થઈ શકે...
(૨) ઉનેદરિકા તપની બુદ્ધિથી ભેજન વખતે બેપાંચ કેળિયા જેટલું ઓછું ખાવામાં આવે તે, આટલે ત્યાગ પણ તપ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org