SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જૈન ધર્મને પરિચય ધમૌર્ય ધારણ કરવું, “મને અણમોલ સંયમ સંપત્તિ મળી છે, પછી મારે બીજી શી ખોટ છે તે અરતિ કરું?” એમ વિચારી અરતિ રોકવી – ૧૮. આહાર-વસ્ત્રાદિથી સત્કાર, અને– ૧૯. વંદન-પ્રશંસાદિથી પુરસ્કાર થતાં રાગ, ગર્વ કે પૃહા ન કરવી- ૨૦. સારી પ્રજ્ઞા (બુદ્ધિ) પર ફૂલાઈ ન જવું- ૨૧. અજ્ઞાન પર (ભણતાં ન આવડે તો) દીન ન બનતાં કર્મ-ઉદય વિચારી જ્ઞાનોદ્યમ ચાલુ રાખવે; અને– ૨૨. અશ્રદ્ધા, તત્ત્વશંકા કે અતત્ત્વકાંક્ષા ઊઠતાં “સર્વ કહેલામાં મીનમેખ ફરક હેય નહિ, એમ વિચારી એને વી. દસ યતિધામ એક ૧ ક્ષમા (સમતા-સહિષ્ણુતા), ૨. નમ્રતા-લઘુતા-મૃદુતા, ૩. નિખાલસતા-સરળતા- ભદ્રકતા, ૪ નિભતા, પ. તપ (બાહ્ય આભ્યતર ), ૬. સંયમ (પ્રાણિ-દયા અને ઈન્દ્રિયનિગ્રહ), ૭ સત્ય (નિવઘ ભાષા), ૮. શૌચ (માનસિક પવિત્રતા, અચૌર્ય-ધર્મસામગ્રી પર પણ નિર્મોહતા,) ૯. અપરિગ્રહ, અને ૧૦, બ્રહ્મચર્ય-આનું પૂર્ણ પાલન કરવું. બાર ભાવના :વારંવાર ચિંતવીને આત્માને જેનાથી ભાવિત કરાય તે ભાવના. આવી ભાવના બાર પ્રકારની છે. (૧) અનિત્ય – “સર્વ બાહ્ય આત્યંતર સંગ અનિત્ય છે, વિનશ્વર છે. હું અવિનાશી, મારે એના મેહ શા?” (૨) અશરણ - “ભૂખ્યા સિંહ આગળ અશરણ હરણિયાની જેમ અશાતાદિ પાપના ઉદય, મૃત્યુ કે પરલેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy