SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ અને આરાધના ૨૧૭ કલ્યાણકને દિવસ છે. અહીં આગલા દિવસથી છઠ્ઠ યા અઠ્ઠમ કરી વર્ષીતપ શરૂ કરાય છે. એમાં એકાંતરે ઉપવાસબિયાસણ સતત ચાલે છે. વચમાં ચૌદશ આવે ત્યાં ઉપવાસ જ કરે, માસીને છઠ્ઠ કરે. એમ સળંગ ચાલતાં બીજા વર્ષના વૈશાખ સુદ બીજ સુધી તપ ચાલે છે. વૈશાખ સુદ ૩ અક્ષય તૃતીયાના દિવસે વર્ષીતપનું માત્ર શેરડીના રસથી પારણું થાય છે. અષભદેવ પ્રભુએ તે સળંગ એકલાં ચેવિહાર ઉપવાસ લગભગ ૪૦૦ દિવસ કરેલા અને શ્રેયાંસકુમારે વૈશાખ સુદ ત્રીજે પારણું કરાવેલું. એને આ વર્ષીતપ સૂચક છે. વૈશાખ સુદ ૧૧ મહાવીર પ્રભુએ પાવાપુરીમાં શાસનની સ્થાપના કરી, ૧૧ ગણધરદીક્ષા, દ્વાદશાંગી આગમરચના, ને ચતુર્વિધ સંઘરચના આ દિવસે થયેલ. આની સકલસંઘમાં ખાસ સમૂહ-ઉપાસના થવી જોઈએ. (આજે ૧૫ મી ઓગસ્ટ આ દેશ ઊજવે છે ને?) દિવાળીએ પ્રભુ મહાવીરદેવે આગલા દિવસે સવારથી ધર્મદેશના શરૂ કરેલી તે સળંગ ઠેઠ દિવાળીની પાછલી રાત સુધી એટલે કે ૧૬ પહેર દેશના ચાલી, પછી પ્રભુ નિર્વાણ પામ્યા. લોકોએ ભાવદીપક ગયાની સ્મૃતિરૂપે દીવા ક્ય તેથી દિવાળી પર્વ ચાલ્યું. નિર્વાણ પછી પ્રભાતે ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન થયું. છટ્ઠ કરીને દિવાળીની રાત્રે પહેલાં શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ” ની ૨૦ માળા, પાછલી રાત્રે વીર નિર્વાણનું દેવવંદન તથા શ્રી મહાવીરસ્વામી પારંગતાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy