________________
ચાતુર્માસિક-વાર્ષિક-જન્મ કર્તવ્ય
31
પૂર્ણાહુતિ નિમિત્તે અગર બીજો પ્રસંગ પામીને જ્ઞાન-દર્શનચારિત્રનાં ઉપકરણનું પ્રદર્શન અને સમર્પણ • (૧૦) તીથ પ્રભાવના - વિશિષ્ટ પૂજા, વરઘોડા પદવી આદિ ઉત્સવ, ગુરુના ભવ્ય પ્રવેશ-મહોત્સવાદિ અનુકંપાદાનાદિ પૂર્વક કરવા દ્વારા લેકમાં જિનશાસનની પ્રભાવના કરવી...
(૧૧) શુદ્ધિ :- સામાન્ય રીતે જ્યારે પા૫ સેવાય ત્યારે, યા દર પખવાડિયે, ચોમાસીએ કે છેવટે વર્ષમાં એકવાર ગુરુ પાસે પાપની શુદ્ધિ કરવી. અર્થાત ગુરુ આગળ બાળભાવે યથાશક્તિ જણાવી એનું પ્રાયશ્ચિત માગી લેવું, અને તે કરી આપવું.
* ૧૮ જન્મ કર્તવ્ય તથા ૧૧ પડિમા * . ગૃહસ્થ આખા જીવનમાં એક વખત પણ આ કર્તવ્ય બજાવવા જેવા છે.
- (૧) ચત્ય અર્થાત્ જિનમંદિર બનાવવું. એ માટે દ્રવ્યશુદ્ધિ, ભૂમિશુદ્ધિ, શુદ્ધસામગ્રી, કારીગરે સાથે ઉદારતાપ્રામાણિકતા, શુદ્ધ આશય અને જયણાનું લક્ષ રાખવું. કારીગરના ભાલ્લાસ વધારવા વગેરે
(૨) વિધિપૂર્વક જિનપ્રતિમા ભરાવવી. (૩) તે જિનબિંબની ઠાઠથી પ્રતિષ્ઠા કરાવવી. (૪) પુત્રાદિને આડંબરપૂર્વક દીક્ષા અપાવવી.
(૫) ગુરુઓની ગણ, પંન્યાસ, આચાર્ય વગેરે પદવીને ઉત્સવ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org